તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુધધારા ડેરી દ્વારા દુધ ખરીદીમાં રૂ. 30થી 35નો વધારો, પશુપાલકોમાં ખુશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ:  ભરૂચ દુધધારા ડેરીની આજે રવિવારે 58મી સામાન્યસભા મળી હતી. ઉપરાંત ડેરીની નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગનું સહકાર વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ડેરીના ચરમેન ઘનશ્યામ પટેલે દુધ ખરીદીના ભાવમાં 30થી 35 રૂપિયાના વધારાની જાહેરાત કરતાં પશુપાલકોમાં ખુશી ફેલાઇ ગઇ હતી.
 
ભરૂચ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમીટેડ દુધધારા ડેરીની આજે રવિવારે 58મી સામાન્ય સભા મળી હતી. સાથે સાથે ડેરી દ્વારા તાજેતરમાં જ રૂપિયા 7 કરોડના ખર્ચે નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગનો ઉદઘાટન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારના સહકાર વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ડેરીની સભા ઝાડેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવી હતી. જ્યાં ડેરી સાથે જોડાયેલાં 2 હજાર જેટલાં પશુપાલકો-સભાસદો હાજર રહ્યાં હતાં.
 
દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ઉપસ્થિત સભાસદોને વધાવી ડેરીની વધી રહેલી લોકપ્રિયતામાં તેમનો પણ મોટો ફાળો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે નવા વર્ષમાં દુધ ખરીદીના ભાવમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાયના દુધનો ભાવ 600 રૂપિયાથી વધારી 630 પ્રતિફેટ કરાયો હતો. ઉપરાંત ભેંસના દુધનો ભાવ 625થી વધારી 660 પ્રતિકિલો ફેટ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...