તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં 22 કેનેડિયન ડૉક્ટરો કરશે ફ્રીમાં પ્લાસ્ટિક સર્જરી, 250 દર્દીઓ પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સીએસઆર પહેલ કાકા-બા હોસ્પિટલે ઓપરેશન રેઈનબો કેનેડાના 22 તબીબોનાં સહયોગથી હાંસોટમાં તેમની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કર્યું હતું. રાજયમાં આદિવાસી જનસમુદાય માટે કાકાબા ટીમ દ્વારા 5 મોટા હેલ્થ કેમ્પમાં પ્લાસ્ટિક સર્જરી માટે જરૂરિયાતમંદ 250 દર્દીઓ પસંદ કરાયા હતા.

કેનેડિયન સ્પેશિયલ ટેકનિક દ્વારા સારવાર અપાશે

કાકા-બા હોસ્પિટલ ખાતે 14 થી 24 નવેમ્બર દરમિયાન ઓપરેશન રેઈનબો કેનેડાના વિશ્વવિખ્યાત ડોક્ટર્સ અને હોસ્પિટલની ટીમ દ્વારા ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ, પોસ્ટ બર્ન કોન્ટ્રાક્ચર, ઓર્ગન ડિસેબિલિટી વગેરે માટે 50 સર્જરી હાથ ધરાઇ હતી. બાકીના દર્દીઓને સમગ્ર વર્ષમાં કેનેડિયન સ્પેશિયલ ટેકનિક દ્વારા સારવાર અપાશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત 22 ડોક્ટર્સની ટીમે આ સ્પેશિયલ સર્જિકલ મેથડનો ઉપયોગ કરીને તમામ સર્જરી હાથ ધરી છે. ડોક્ટર્સની આ ટીમે કાકા-બા હોસ્પિટલના ડોક્ટર્સને તેમના બહોળા અનુભવનો લાભ અને તાલીમ પણ આપી છે.

6 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે

કેડિલાના ચેરમેન અને એમ.ડી. ડો. રાજીવ મોદીએ જણાવ્યું હતું કે કાકા-બા અને કલા-બુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અમે વિકાસ માટે સાકલ્યવાદી મોડલનો અમલ કરીએ છીએ. ખાસ કરી આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને બાળસંભાળના ક્ષેત્રોના બહોળા હિતમાં અનેક સીએસઆર પ્રવૃત્તિઓ હાથ ધરી છે. અત્યાર સુધી હોસ્પિટલે 6 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે અને 5500 થી વધુ નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી હાથ ધરી છે.

નવી સર્જિકલ મેથડ રિકવરી ઝડપી

ગુજરાતમાં બીજી વખત આ સ્તરે આટલી મોટી ઉમદા પહેલનું આયોજન થયું હતું. નવી સર્જિકલ મેથડથી ઉચ્ચ સ્તરના સ્ટરિલાઈઝેશન થાય છે, ચેપનું જોખમ ઘટે છે, ઝડપથી રિકવરી આવે છે અને ખૂબ ઓછા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગની જરૂર પડે છે. ખ્યાતિપ્રાપ્ત 22 ડોક્ટર્સની ટીમ આ સ્પેશિયલ સર્જિકલ મેથડનો ઉપયોગ કરીને તમામ સર્જરી કરશે. - ડો. ભરત ચાંપાનેરિયા, સુપ્રિટેન્ડેન્ટ
અન્ય સમાચારો પણ છે...