ભરૂચ- નર્મદામાં ચૂંટણી કામગીરી માટે 242 એસટી બસોની માંગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: આગામી 9 મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણીના કામે ભરૂચ અને નર્મદા જીલ્લા ચુંટણી પંચે  ભરૂચ એસટી ડીવીઝન પાસે 242 બસની માગ કરી છે. 

 

મુસાફરોને અગવડ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા તાકીદ

 

ભરૂચ-નર્મદા જીલ્લામાં  9 મી ડિસેમ્બરના રોજ યોજનાર વિધાનસભા ચુંટણી પ્રક્રીયા દરમિયાના મતદાન બુથ સુધી કર્મચારી અને પોલીસ સ્ટાફ તથા ચુંટણી ની કામગીરી માટે જનાર કર્મચારીને માટે 242 બસ ની જરૂરિયાત ઉભી થઇ છે.  જિલ્લા ચુંટણી પંચે ભરૂચ એસટી ડીવીઝન  પાસે જિલ્લા માટે 157 બસ માટે તેમજ નર્મદા જિલ્લાની 85 બસ મળી કુલ 242 બસની માંગણી કરી છે.

 

જિલ્લાની બસ વ્યવસ્થા ન ખોરવાઈ એ રીતે બસની ફરવાવામાં આવશે. મુખ્યત્વે હાઇવે રૂટની બસો તેમજ તાલુકાના મુખ્ય રોડ પર ચાલતી બસો પણ ચાલશે પણ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની બસો જરૂરિયાત અનુસંધાને ચાલુ રાખવી કે ના રાખવી નિર્યણ કરવામાં આવશે. જિલ્લામાં  100 જેટલા એ.ટી. કર્મચારીઓ આ કામગીરી ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...