• Gujarati News
  • 2 Police Teams Will Be Deployed With Body Protector Jacket

રથયાત્રામાં બોડી પ્રોટેકટર જેકેટ સાથે પોલીસની 2 ટીમ તૈનાત કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રથયાત્રામાં બોડી પ્રોટેકટર જેકેટ સાથે પોલીસની 2 ટીમ તૈનાત કરાશે
- પોલીસ જવાનો પથ્થરમારો કે બોટલ મારો જેવી પરિસ્થિતિમાં પણ ખડે પગે ફરજ બજાવી શકશે
- ભરૂચ- નર્મદા જિલ્લામાં 120થી વધારે જેકેટની ફાળવણી કરાઇ: અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ તંત્ર સજ્જ

ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લામાં શનિવારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેર જળવાઇ રહે તે માટે બોડી પ્રોટેકટર જેકેટ સાથે 60 પોલીસ જવાનોની 2 ટીમોને તૈનાત કરવામાં આવશે. તોફાનો સહિતની ઘટનાઓમાં પોલીસ કર્મીઓ વિના વિધ્ને ફરજ બજાવી અસામાજિક તત્વોને સરળતાથી કાબુમાં લઇ શકશે.અષાઢી બીજના દિવસે ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીએસપી નીરજ બડગુજરના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયું છે.

રથયાત્રા દરમિયાન અટકચાળા તત્વો કાંકરીચાળો કરે તો તેમની સામે ત્વરિત પગલાં ભરી શકે તે માટે ખાસ પ્રકારના બોડી પ્રોટેકટર જેકેટથી સજજ પોલીસજવાનોની બે ટીમોને તૈનાત કરવામાં આવશે. ભરૂચ અને અંકલેશ્વરને કોમી દ્રષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે બંને શહેરોમાં રથયાત્રા દરમિયાન 30-30 જવાનોની બે ટીમોને ખડેપગે રાખવામાં આવશે. સામાન્ય સંજોગોમાં પથ્થરમારા કે બોટલમારા સહિતની ઘટનામાં પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થતાં હોય છે અને પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપથી પ્રવેશી શકતી નહિ હોવાથી અસામાજિક તત્વોને છુટો દોર મળી જાય છે પરંતુ બોડી પ્રોટેકટર જેકેટને કારણે પોલીસ જવાનો ગમે તેવી સ્થિતિમાં અસામાજિક તત્વોનો મુકાબલો કરી તેમને સબક શીખવાડી શકશે.
બોડી પ્રોટેકટર જેકેટ શું છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...