• Gujarati News
  • 2 Accident Incident, 1 Doctor Killed, 4 Injured Persons At Bharuch

આમોદમાં અકસ્માતના 2 બનાવમાં 1 તબીબનું મોત : 4 વ્યક્તિઓને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આમોદમાં અકસ્માતના 2 બનાવમાં 1 તબીબનું મોત : 4 વ્યક્તિઓને ઇજા
- આછોદ પાસે બાઇક અને ટેમ્પો ભટકાતા બેને ઇજા પહોંચી
- કાવલી ગામના તબીબ પત્ની-પુત્ર સાથે ભરૂચ આવી રહ્યા હતા
ભરૂચ: આમોદ પંથકમાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં કાવલી ગામના એક તબીબનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકામાં આવેલાં કાવલી ગામે રહેતાં તબીબ સિદ્દીક સાદિક પટેલ આજે બુધવારે તેમની પત્ની નસીમા તેમજ પુત્ર વસીમ સાથે પોતાની મોટર સાઇકલ પર જંબુસરથી ભરૂચ તરફ જઇ રહ્યાં હતાં.

તે વેળાં સમા હોટલ પાસે આવેલાં ત્રણ રસ્તા નજીકથી પસાર થતી વેળાં ભરૂચ તરફથી આવતાં એક ટેન્કરના ચાલકે પાછળથી પુરઝડપે ધસી આવી ત્રણ રસ્તા પર સરભાણ - કરજણ રોડ પર જવા પોતાનું ટેન્કર અચાનક વાળી દઇ તેમની મોટર સાઇકલને ટક્કર મારતાં તબીબ સિદ્દીક પટેલ તેમજ તેમની પત્ની નસીમા તથા પુત્ર વસીમ હવામાં ફંગોળાઇ જઇ જમીન પર પટકાતાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં તબીબનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે નસીમ તથા વસીમને તાત્કાલિક સારવાર માટે આમોદ આરોગ્ય કેન્દ્રમાં ખસેડતાં તેમની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

બીજા બનાવની વિગત મુજબ, આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે રહેતાં માજીદ પટેલ તેમજ ફેજલ પટેલ તેમની મોટર સાઇકલ પર ગામની હાઇસ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ગામમાં જ રહેતા આસીફ ઇકબાલ બીરબલે પોતાનો છોટા હાથી ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની મોટર સાઇકલને ટક્કર મારતાં બન્નેને ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યાં હતાં.