ભરૂચ: 1.50 લાખ હેકટરમાં ગુલાબી ઇયળનો ખતરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 1.50 લાખ હેકટરમાં ગુલાબી ઇયળનો ખતરો
- ભરૂચ જિલ્લાના 75,000 કરતાં વધારે ખેડૂતો કપાસના વાવેતર સાથે સંકળાયેલાં છે
- તકેદારીના પગલાંની જાણકારી આપવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

ભરૂચ: ભરૂચ જિલ્લામાં 1.50 લાખ હેકટર કરતાં વધારે કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ખતરો ઉભો થતાં નવસારી કૃષિ યુનિવર્સટીની ટીમે વાલીયા, કરજણ અને હાંસોટ તાલુકામાં સર્વે કર્યો છે. ગુજરાત રાજયમાં કપાસના ઉત્પાદનમાં 20 ટકાથી વધારેનો હિસ્સો ભરૂચ જિલ્લાનો રહેલો છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાગરા, આમોદ, જંબુસર, ઝઘડીયા, વાલિયા અને નેત્રંગના મળી 75,000 કરતાં વધારે ખેડૂતો કપાસના વાવેતર સાથે સંકળાયેલાં છે. ભરૂચ જિલ્લામાં વાર્ષિક 4 લાખ ગાંસડી કરતાં વધુ કપાસનું ઉત્પાદન કરવામાં આવે છે.

ગત વર્ષે કપાસના પાકમાં પીંક બોલવોર્મ તરીકે ઓળખાતી ગુલાબી ઇયળોના ઉપદ્દવને કારણે કપાસની ગુણવત્તા અને ઉત્પાદન ઉપર અસર પડી હતી. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે કપાસના અંદાજે 1.50 લાખ હેકટર કરતાં વધારે વાવેતરમાં ગુલાબી ઇયળોનો ખતરો જણાતાં નવસારી કૃષિ યુનિ.ની ટીમએ વાલીયા, કરજણ અને હાંસોટ તાલુકામાં સર્વે કર્યો છે. કપાસના પાકમાં ફૂલ અવસ્થાથી ગુલાબી ઇયળોનો ઉપદ્દવ જોવા મળતો હોવાથી ખેડૂતોને થતું નુકશાન અટકાવવા માટે આ સર્વે કરવામાં આવ્યો છે. ફૂલ અવસ્થાથી જ ગુલાબી ઇયળોને ઓળખી લેવામાં આવે તો ખેડૂતો આર્થિક નુકશાનમાંથી બચી શકે તેમ છે. ખેડૂતોને તકેદારીના પગલાંઓની જાણકારી આપવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.
ખેડૂતોએ શું પગલાં લેવા જોઇએ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...