• Gujarati News
  • આયોજન| અંકલેશ્વરમાંઆગામી 13મી સપ્ટેબરના રોજ યોજાનારા વાષિર્ક અદિવેશન માટેની માહિતી આપતા કોલેટી

આયોજન| અંકલેશ્વરમાંઆગામી 13મી સપ્ટેબરના રોજ યોજાનારા વાષિર્ક અદિવેશન માટેની માહિતી આપતા કોલેટી સર્કન ફોરમના પદાધિકારીઓ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

આયોજન| અંકલેશ્વરમાંઆગામી 13મી સપ્ટેબરના રોજ યોજાનારા વાષિર્ક અદિવેશન માટેની માહિતી આપતા કોલેટી સર્કન ફોરમના પદાધિકારીઓ.

અધિવેશનની તૈયારી

કોલેટી સર્કલ ફોરમનું અધિ.

ક્વોલિટિસર્કલફોરમ ઈન્ડયા, અંકલેશ્વર કેન્દ્ર દ્વારા દ્વિતિયવાષિર્ક અધિવેશન 13 મી સપ્ટેમ્બરે ચિલ્ડ્રન થિયેટરમાં યોજાશે. અંગે પત્રકારોને માહિતી આપતા સંસ્થાના અંકલેશ્વર કેન્દ્રના ચેરમેન વિજય આસર, મંત્રી રજુ મોદી અને સુધા મજમુદારેઅને જી.એમ.બહુધ્નયે જણાવ્યું હતું કે અધિવેશનમાં 55 થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓ ભાગ લેશે.

કારની ટક્કરે યુવાન ગંભીર

ભરૂચનાંનવા તવરા ગામે ભાગોળ ફળિયામાં રહેતો સુરેશ માછીપટેલ તેની બાઇક ઉપર તવરા ગામેથી ભરૂચ તરફ આવવા નીકળ્યો હતો. દરમિયાન ઝાડેશ્વર ચોકડી પાસેથી પસાર થતી વેળાં એક કાર ચાલકે પુરઝડપે ધસી આવી તેની બાઇકને અડફેટમાં લેતાં સુરેશને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

તળાવમાં મગરથી ફફડાટ

વાગરાતાલુકામાંઆવેલા પહાજ ગામના તળાવમાં વરસાદી પાણી સાથે જેટલા મગરો ગામના તળાવમાં આવી પહોંચતા સરપંચ મકસુદભાઈએ જંગલખાતા, પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જંગલખાતાના કર્મચારીઓ દ્વારા પીંજરા મુકી મગર પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી મગર પકડવામાં સફળતા મળી નથી.

સર્પે દંશ દેતાં યુવાન ગંભીર

ઝઘડિયાતાલુકાનાંસિમોદરા ગામે ટેકરા ફળિયાનો રાજેશ વસાવા રાત્રે પોતાના ઘરમાં સુતો હતો. તે વેળાં એક સર્પે તેના જમણા હાથે અંગુઠા ઉપર દંશ દેતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી જતાં ગંભીર

નેત્રંગનાગીરધરનગરનો દિનેશ કનુ માછી પોતાના ઘરમાં હતો તે વેળાં તેણે કોઇ અગમ્ય કારણસર ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા ગટગટાવી જતાં તેની હાલત લથડી હતી. જેને પગલે પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વાહનની ટક્કરે 1ને ઇજા

નબીપુરઅનેહલદર વચ્ચેથી બાઇક લઇને પસાર થઇ રહેલાં એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે 108ની ટીમને જાણ થતાં તેમણે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇ ઇજાગ્રસ્તને સાર