• Gujarati News
  • બસ એમ્બ્યુ.વચ્ચે અકસ્માત જાનહાની નહીં

બસ- એમ્બ્યુ.વચ્ચે અકસ્માત જાનહાની નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલેજનેશનલ હાઇવે ઉપર ઓવર બ્રીજ નીચેથી પસાર થઇ રહેલી એક એસટી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બનાવમાં કોઇને જાનહાની થઇ હતી.

હિંમતનગર ડેપોની એસટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં યુસુફ અંસારી તેમની બસ લઇને નેશનલ હાઇવે નંબર 8 ઉપર પાલેજ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં એક એમ્બ્યુલન્સ ચાલકે પોતાની એમ્બ્યુલન્સ પુરઝડપે હંકારી લાવી કોઇ કારણસર સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં એમ્બ્યુલન્સ એસટી બસ સાથે અથાડી દીધી હતી. સદનશીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ હતી. જોકે એમ્બ્યુલન્સને નુકશાન થયું હતું. બનાવને પગલે એસટી બસના ચાલક યુસુફ રહેમાન અંસારીએ એમ્બ્યુલન્સ ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.