• Gujarati News
  • લુવારા પાસેથી મળેલા યુવાનની ઓળખ માટે પોલીસની કવાયત

લુવારા પાસેથી મળેલા યુવાનની ઓળખ માટે પોલીસની કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં લુવારા ગામના પાટિયા પાસે મળી આવેલાં યુવાનના મૃતદેહની ઓળખ માટે પોલીસે રાજ્યભરના પોલીસ મથકે મૃતકના ફોટા મોકલી તેની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરી છે. હત્યાની ઘટનામાં પ્રાથમિક તબક્કે યુવાન ભરૂચ જિલ્લાની આસપાસના અન્ય કોઇ જિલ્લાનો હોવાનું અનુમાન પોલીસે લગાવી રહી છે.
ભરૂચ તાલુકાના લુવારા ગામના પાટિયા પાસેના વરસાદી કાંસમાંથી આશરે 27 વર્ષના એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટનામાં પોલીસે તેની ઓળખ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે. પોલીસે મૃતકના ફોટા રાજ્યના અન્ય પોલીસ મથકોએ મોકલી આપી મૃતકના પરિવારજનોના સગડ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તપાસ અધિકારી એસ. સી. પરમારના જણાવ્યાંનુસાર મૃતદેહ મળી આવ્યાના સ્થળ ઉપર લોહીનું પ્રમાણ ઘણું ઓછું જણાયું હતું. હત્યારાઓએ અન્યત્ર તેની હત્યા કર્યા બાદ તેની લાશને સગેવગે કરવાના ઇરાદે બાદમાં લુવારાના વરસાદી કાંસમાં ફેંકી દીધો હોવાનું જણાઇ રહ્યું છે. હત્યારાઓએ મૃતદેહને ફેંકવા માટે હાઇવે ઉપર આવેલાં અવાવરૂ વિસ્તારને પસંદ કર્યો હોઇ હત્યારા ભરૂચ જિલ્લાના નહીં હોવાનું પોલીસ પ્રાથમિક તબક્કે માની રહી છે. ભરૂચ જિલ્લાના રહિશે હત્યાને અંજામ આપ્યો હોત તો તેણે જિલ્લાના અન્ય અંતરિયાળ વિસ્તારમાં લાશને સગે વગે કરી હોત તેવી આશંકા પ્રબળ છે.
સ્થળ ઉપર લોહંીના કોઇ નિશાન નહીં
તબીબોનાજણાવ્યાનુસાર તેના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહીં નીકળ્યું હોવું જોઇએે. મૃતદેહ મળ્યાના સ્થળ પર લોહીંના કોઇ ડાઘા મળ્યાં હતાં. જેને પગલે હત્યારાઓએ યુવાનની અન્ય સ્થળે હત્યા કરી તેના મૃતદેહને કાંસમાં ફેંકી દીધો હોવાની શક્યતાં છે. >એસ. સી.પરમાર,પો.સ.ઇ,નબીપુર.
યુવાનની અન્યત્ર હત્યા કરી લાશને સગેવગે કર્યાની શંકા