• Gujarati News
  • આમોદમાં બાઇક ચોરોનો તરખાટ : 2 બાઇકની ચોરી

આમોદમાં બાઇક ચોરોનો તરખાટ : 2 બાઇકની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદગામમાં મોટરસાઇકલ ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. બાઇક ચોરી ટોળકીએ એક રાત્રીમાં બે મોટર સાઇકલની ચોરી કરી જતાં આમોદ પોલીસે ગુનો નોંધી બાઇક ચોર ટોળકીના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ ગામમાં આવેલાં આમલીપુરા વણકરવાસ વિસ્તારમાં રહેતાં હસમુખ મયજી પરમાર તેમજ તેમના વિસ્તારમાં રહેતાં કિરણ ચીમન વણકરે રાત્રીના સમયે તેમની મોટર સાઇકલ રાબેતાં મુજબ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી.
સવારના 6 કલાકે તેમના પરિવારજનો નિત્યક્રમ મુજબ જાગતાં તેમને તેમની મોટર સાઇકલ પાર્ક કરેલી જગ્યાએ મળી આવી હતી. જેના પગલે તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેમની મોટર સાઇકલ નહીં મળતાં મોટર સાઇકલ ચોર ટોળકીએ તેમની મોટર સાઇકલની ચોરી કરી ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. મોટર સાઇકલ અંગે તેમને કોઇ વિગત નહીં મળતાં આખરે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી એ.એસ. આઇ. સુરેન્દ્રએ હાથ ધરી છે.