• Gujarati News
  • હાંસોટ પોલીસ ચોકીને તાળું મારતા સરપંચને DDOAc નોટીસ આપી

હાંસોટ પોલીસ ચોકીને તાળું મારતા સરપંચને DDOAc નોટીસ આપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટ તાલુકામાં આવેલી પોલીસ ચોકીની જગ્યાએ પીવાની પરબ બનાવવા માટે ગ્રામ પંચાયતની બેઠકમાં ઠરાવ થતાં સરપંચે પોલીસ ચોકીને તાળું મારી દેતાં ભારે ઉહાપોહ સજાર્યો હતો. ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરવાને પગલે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત સરપંચને સમગ્ર બનાવને પગલે કારણ દર્શક નોટીસ ફટકારી છે.
મળતી માહિતી અનુસાર, હાંસોટ ગામના મુખ્ય બજારમાં વર્ષોપહેલાં એક જકાતનાકુ આવેલું હતું. તે સમયે હાંસોટ જકાતનાકા પાસે ફરજ બજાવતાં પોલીસના કમીર્ઓ જકાતનાકાની બહાર બેસતાં હતાં. દરમિયાન સરકાર દ્વારા જકાતનાકુ બંધ કરવાનો હુકમ કરતાં જકાતનાકાની ખાલી પડેલી ઇમારતમાં પોલીસ કમીર્ઓએ પ્રવેશ કરી ત્યાં જ પોલીસ ચોકી બનાવી દીધી હતી.
અરસામાં હાંસોટ ગ્રામપંચાયત દ્વારા જકાતનાકાની જગ્યાએ ગ્રામજનો તેમજ મુસાફરો માટે પાણીની પરબ બનાવવા માટે ગ્રામસભામાં પંચાયતે ઠરાવ કર્યા બાદ ગ્રામપંચાયત દ્વારા પોલીસ ચોકીને તાળું મારી દેવામાં આવ્યું હતું.
પોલીસ ચોકીને તાળું મારવાની ઘટનાથી પંથકમાં ચકચાર જાગી હતી. જોકે તે બાદ પોલીસે પુન: ઘટનાને પગલે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ સમ ા ગ્રામપંચાયત દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કર્યાની ફરિયાદ થતાં જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલે હાંસોટ ગ્રામ પંચાયતના સરપંચ જમીલાબીબી મહંમદસફી ખોખરને ગુજરાત પંચાયત ધારાની કલમ પ૭(૧) (૨) મુજબ ન્યાય વર્તણુંક સંબંધે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે કારણદર્શક નોટીસ ફટકારી છે. નોટીસનો જવાબ આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગ્રામ પં.ની જગ્યામાં પોલીસે દબાણ કર્યું છે
હાંસોટનું જકાતનાકુ ગ્રામપંચાયતની માલિકીનું છે. જકાતનાકુ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધા બાદ જકાતનાકા બહાર બેસતી પોલીસે ગેરકાયદે રીતે જકાતનાકાની ઇમારતમાં પોલીસ ચોકી શરૂ કરી દીધી હતી. અગાઉના એસપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ ગૌતમ પરમારને આ મામલે રજૂઆત કરી હતી. જોકે કોઇ કાર્યવાહી થઇ ન હતી. હાલમાં ગ્રામ પંચાયતે જકાતનાકા ખાતે મુસાફરો તેમજ આસપાસના રહિશો માટે એક સેવાભાવી સંસ્થાની મદદથી પાણીની પરબ ઉભી કરવાનો ઠરાવ કરતાં તેના અનુસંધાનમાં પોલીસ ચોકીને તાળું મારી દીધું હતું. જમીલાબીબી મહંમદસફી ખોખર, સરપંચ, હાંસોટ.