• Gujarati News
  • ભરૂચ શહેરમાં દૈનિક કચરાની માત્રામાં 45 ટનનો થયેલો વધારો

ભરૂચ શહેરમાં દૈનિક કચરાની માત્રામાં 45 ટનનો થયેલો વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છભારત અભિયાનની શરૂઆત બાદ ભરૂચ શહેરમાંથી નિકાલ કરવામાં આવતાં દૈનિક કચરાની માત્રામાં 45 ટનનો વધારો થયો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તથા પાલિકા દ્વારા કરાતી સફાઇ કામગીરી મારફતે શહેરમાંથી દૈનિક 120 ટન કચરાનો નિકાલ થઇ રહ્યો છે.

ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવતાં દૈનિક કચરામાં 45 ટનનો વધારો થયો છે. સ્વચ્છતા અભિયાન અગાઉ શહેરમાંથી 75 ટન દૈનિક કચરાનો નિકાલ થતો હતો. જેની માત્રા વધીને હવે 120 ટન સુધી પહોંચી છે. નગરપાલિકા સત્તાધીશોએ શહેરમાંથી નિકાલ કરાતાં કચરાનું વજન કરવા માટેની કામગીરી પ્રાયોગિક ધોરણે હાથ ધરતાં શહેરમાંથી નિકાલ કરાતાં કચરાના આંકડા બહાર આવ્યાં છે.

શહેરના 14 વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તથા પાલિકા દ્વારા સફાઇની કામગીરી કરવામાં આવે છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહયાં છે. સ્વચ્છતા અભિયાન બાદ શહેરમાં સફાઇની કામગીરીને વેગવંતી બનાવી દેવામાં આવી છે. શહેરમાં દૈનિક 30 કરતાં વધારે વાહનો ભરીને કચરાનો નિકાલ કરવામાં આવે છે. નગરપાલિકાએ કચરા ભરેલાં વાહનોનું વજન કરાવવાનો પ્રયોગ કરતાં દૈનિક 120 ટન કચરાનો નિકાલ થતો હોવાની વિગતો સપાટી પર આવી છે.

10 ડ્રાઇવરોની ભરતી કરવામાં આવી

ભરૂચ શહેર 17 કિ.મી.નો વ્યાપ ધરાવતું શહેર છે. લોકો કચરાનો નિકાલ કરી શકે તે માટે ઠેર ઠેર કચરા પેટીઓ મુકવામાં આવી છે પણ નગરપાલિકા પાસે ડ્રાઇવરો નહિ હોવાથી કચરાના નિકાલ બાબતની ફરિયાદો ઉઠી હતી. સફાઇ કામગીરીને ધ્યાનમાં રાખી નગરપાલિકાએ નવા 10 ડ્રાઇવરોની ભરતી કરવામાં આવી છે.

ભરૂચ

કચરાનું પ્રમાણ વધવાનું કારણ શું ?

પાલિકા પાસે પોતાની ડમ્પીંગ સાઇટ નથી

શહેરમાં ડોરટુ ડોર ગાર્બેજ કલેકશન, કચરાપેટીઓ તથા ગ્રીન ભરૂચ કલીન ભરૂચ ટ્રસ્ટ દ્વારા સફાઇ કરવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગોની દિવસ રાત સફાઇ કરાતી હોવાથી કચરાની માત્રામાં વધારો થયો છે. હાલ પાઇપલાઇન તથા ગટરલાઇનની કામગીરી ચાલતી હોવાથી પણ માટી સહિતના કચરાના પ્રમાણમાં વધારો નોંધાયો છે.

ભરૂચ શહેરમાંથીઉઘરાવવામાં આવતાં કચરાનો માંડવા ગામ નજીક આવેલી ડમ્પીંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. કચરાનો વૈજ્ઞાનિક ઢબથી નિકાલ કરવા માટે નગરપાલિકા પાસે કોઇ વ્યવસ્થા નહિ હોવાથી કચરાનો ડમ્પીંગ સાઇટમાં ખુલ્લામાં નિકાલ કરવામાં આવે છે. કચરાના નિકાલ માટે આધુનિક ડમ્પીંગ સાઇટ બનાવવામાં આવે તો વધુ સારા પરિણામો મળી શકે તેમ છે.

વાહનોનું વજન કરાવી રહયાં છે

^ભરૂચશહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઇ કામગીરીને વેગવંતી બનાવી દેવામાં આવી છે. શહેરમાંથી કચરાનો નિકાલ કરતાં વાહનોનું વજન કરાવવામાં આવતાં દૈનિક 120 ટન કચરાનો નિકાલ થતો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ શહેરમાંથી 75 ટન કચરાનો નિકાલ કરાતો હતો. > સી.જી.વાંસિયા,ચીફસેનેટરી ઇન્સપેકટર, ભરૂચ