તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભરૂચમાં 25મીએ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી

ભરૂચમાં 25મીએ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં 25મીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જે.પી.આટર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મતદારોમાં મતદાન પ્રતિ જાગૃતિ આવે તથા ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે દેશના ચુંટણીપંચ તરફથી મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તારીખ 25મી જાન્યુઆરીએ દેશમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી 25મીએ ભરૂચમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત જે.પી. કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 કલાકે આયોજીત કાર્યક્રમમાં મતદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવશે તથા દરેક નાગરિકો નામ મતદારયાદીમાં અવશ્ય નોંધાવે સહિતની બાબતોની જાણકારી અપાશે.