• Gujarati News
  • બાન્દ્રા જયપુર વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવાશે

બાન્દ્રા જયપુર વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનાતહેવારો દરમ્યાન મુસાફરોના ધસારાને ધ્યાન માં રાખીને પશ્ચીમ રેલ્વે દ્વારા બાન્દ્રા જયપુર સ્પેશીય ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ટ્રેન આગામી 27 મી ઓક્ટોબરના રોજ બાન્દ્રાથી 23:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:45 કલાકે જયપુર ખાતે પહોંચશે. તેવી રીતે તા.26 મી ઓક્ટોબરના રોજ ટ્રેન જયપુર ખાતે થી 8:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે બાન્દ્રા ખાતે 6:15 કલાકે પહોંચશે ટ્રેનને બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, સીરોહી રોડ, ફાલના, રાની, મારવાડ જકશન, સોજર રોડ, બીવાર, અજમેર, કીશનગઢ અને ફુલેરા જંકશન ખાતે સ્ટોપેજ અપાશે.