• Gujarati News
  • બોગસ નોટ કેસમાં એક આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ

બોગસ નોટ કેસમાં એક આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનીબેન્કમાં બનાવટી ચલણી નોટો જમા કરવાના સમગ્ર કૌભાંડની તપાસ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. દરમિયાન મામલાં ઝડપાયેલાં બન્ને આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે દશાનના ઇકરામના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં.

, ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલી આઇસીઆઇસીઆઇ બેન્કમાં રૂા.500ના દરની કુલ 15 બનાવટી ચલણી નોટો જમા કરાવવાના પ્રકરણમાં ભરૂચ પોલીસે વેસદરાના હનિફ અને દશાનના અકરમને ઝડપી પાડ્યો હતો. સમગ્ર કેસના તબક્કાઓને ધ્યાનમાં લઇને જિલ્લા પોલીસ વડા બિપિન આહિરેએ બનાવની આગળની તપાસ ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપતાં ઇન્સ્પેક્ટર વી. આર. મલ્હોત્રાએ આગળની તપાસ હાથ ધરી છે. દરમિયાન ઝડપાયેલાં હનિફના 6 દિવસના અને અકરમના પાંચ દિવસના રિમાન્ડ પુર્ણ થતાં એલસીબીએ તેમને અદાલતમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવાની કવાયત હાથ ધરી હતી. જેના પગલે કોર્ટે હનિફને સબજેલમાં ધકેલવાનો હૂકમ કરી અકરમના વધુ બે દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતાં. પોલીસે અકરમની પુછપરછ દરમિયાન વધુ વિગતો મેળવવાની કવાયત હાથ ધરી છે.