• Gujarati News
  • સુવા ગામે આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

સુવા ગામે આધેડનો ગળે ફાંસો ખાઇ આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરાતાલુકાના સુવા ગામે રહેતાં અને સ્થાનિક કંપનીમાં સિવિલ વર્ક કરતાં એક આધેડ પરપ્રાંતીય શખ્સે કોઇ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરતાં દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, મુળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના કોરવી ગામનો વતની ઉત્તમ બાદલ માજી વાગરા તાલુકામાં આવેલાં રાફ્ટ ઇન્ફ્રા નામની સિવિલ વર્ક કરતી કંપનીમાં કામ કરતો હતો તેમજ કંપનીની કોલોનીમાં રહેતો હતો. સવારના સમયે તે પોતાની કંપનીમાં રાબેતાં મુજબ ગયાં બાદ બપોરના સમયે તબીયત સારી નહીં હોવાનું જણાવી તે પોતાના રૂમ પર જતો રહ્યો હતો. સાંજના સમયે તેની કોલોનીમાં રહેતાં ગજેન નામના એક શખ્સે કોઇ કામ અર્થે તેમની રૂમમાં જતાં તેમણે ઉત્તમને તેના ઘરમાં ગળેફાંસો ખાઇ લટકેલી હાલતમાં જોતાં તેણે બુમરાણ મચાવી હતી. જોત જોતામાં કોલોનીના લોકો સ્થળ ઉપર એકત્ર થઇ ગયાં હતાં.