• Gujarati News
  • ભોલાવમાં ક્વાર્ટસનો સ્લેબ ધરાશાયી

ભોલાવમાં ક્વાર્ટસનો સ્લેબ ધરાશાયી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાભોલાવ ગ્રામ પંચાયત સામે આવેલી જિલ્લા પંચાયત કોલોનીમાં રહેતાં એક કર્મચારીના મકાનમાં રસોડાનો સ્લેબ તુટી પડતાં ભારે દોડધામ મચી ગઇ હતી. નસીબજોગ ઘટનામાં કોઇને જાનહાની પહોંચી હતી.
ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત કચેરી સામે મિકેનિકલ ડિવિઝન કંપાઉન્ડમાં આવેલાં જિલ્લા પંચાયત ક્વાર્ટસમાં રહેતાં અને ભરૂચ સ્ટેશન રોડ પર આવેલાં પશુ દવાખાનામાં કંપાઉન્ડર તરીકે ફરજ બજાવતાં ખોળાભાઇ આહિરના રૂમમાં તેમની રસોડાના ભાગનો સ્લેબ જર્જરિત થઇ ગયો હોઇ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. નસીબજોગ ઘટના સમયે કોઇ રસોડામાં હાજર નહીં હોવાને કારણે જાનહાની ટળી હતી. રસોઇનો સ્લેબ તુટવાના અવાજને કારણે આહિર પરિવાર સહિત આસપાસના અન્ય ક્વાર્ટસમાં રહેતાં રહિશો પણ સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં. ઘટનામાં સ્લેબનો કાટમાળ પડવાને કારણે રસોડામાં મુકેલો તમામ સામાનને ભારે નુકસાન થયું હતું. બનાવને પગલે આહિર પરિવારે જિલ્લા પંચાયત સત્તાધીશોનેજાણ કરી હતી.
ભોલાવમાં સ્લેબ ધરાશાયી થઇ ગયો હતો. કોઇને ઇજા પહોંચી હતી.
રસોડાનો સ્લેબ તૂટતાં રસોઇનો તમામ સામાન કાટમાળમાં દટાયો