• Gujarati News
  • ઝાડેશ્વર રોડ પર ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગથી મચેલી દોડધામ

ઝાડેશ્વર રોડ પર ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગથી મચેલી દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર રોડ પર આવેલાં શ્રી નિકેતન કોમ્પ્લેક્ષની ઇલેક્ટ્રિકની એક દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભુકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઇ હતી. મુખ્ય રોડ ઉપર આવેલી દુકાનમાં આગ લાગી હોવાને કારણે તેની અસર વાહન વ્યવહાર પર થતાં ચક્કાજામ સર્જાયો હતો. સ્થળ પર દોડી આવેલાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ઝાડેશ્વર રોડ પર આઇનોક્ષ મલ્ટીપ્લેક્ષ સામે આવેલાં શ્રીનિકેતન કોમ્પ્લેક્ષમાં જશમીત અરોરાની ગુજરાત ઇલેક્ટ્રોનિક નામની દુકાન આવેલી છે. આજે બુધવારે સવારના 11 કલાકના અરસામાં તેમની દુકાનમાં અચાનક ધુમાડા ઉઠવા સાથે આગ ભભુકી ઉઠી હતી. જશમીત અરોરાએ આગ ઓલવવાનો પ્રયાસ કરવા જતાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ દુકાનમાં મુકેલો તમામ સમાન ચપેટમાં લઇ લીધો હતો.પાલિકાના લાશ્કરોએ સ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

દુકાનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી./રાજેશપેઇન્ટર