• Gujarati News
  • તરૂણી શાળાએથી ગુમ થતા અપહરણની શંકા

તરૂણી શાળાએથી ગુમ થતા અપહરણની શંકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરના સેવાશ્રમ રોડ વિસ્તારમાં રહેતી એક તરૂણી શાળાએ જવા નિકળ્યાં બાદ તે ગુમ થઇ જતાં પરિવારજનોએ તેનું અપહરણ કરાયું હોવાની આશંકાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી બ્રહ્માકુમારીની ચાલ વિસ્તારમાં રહેતી જયાબેન અશોક પરમારની પુત્રી પ્રિયંકા પ્રોગ્રેસિવ સ્કૂલમાં અભ્યાસ કરતી હોઇ સવારના 7 કલાકે ચિલ્ડ્રન હોમ હોસ્ટેલમાં રહેતી તેની અન્ય બહેનપણીઓ સાથે શાળાએ જવા માટે નીકળી હતી. હોસ્ટેલથી શાળાએ જવાના માર્ગ પરથી પસાર થતી વેળાં તેની બહેનપણીઓની નજર ચુકવીને પ્રિયંકા ક્યાંક જતી રહી હતી. શાળાનો સમય પુર્ણ થયા બાદ તેને નિત્ય સમયે ઘરે નહીં પહોંચતાં તેના પરિવારજનો ચિંતિત બનતાં તેમણે તેની બહેનપણીઓ તેમજ શાળામાં તપાસ કરતાં તેના કોઇ સગડ મળ્યાં હતાં. આસપાસના વિસ્તારમાં તેમજ શહેરમાં તેમના પરિચીતોને ત્યાં તપાસ કરવા છતાં તેમને તેમની પુત્રી પ્રિયંકા અંગેની કોઇ માહિતી મળી હતી. આખરે જયાબહેને ભરૂચ ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધી તેમની પુત્રીનું કોઇ અપહરણ કરી ગયાં હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી છે.