• Gujarati News
  • પરવત ગામની શાળામાં ગુણોત્સવનો થયેલો પ્રારંભ

પરવત ગામની શાળામાં ગુણોત્સવનો થયેલો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંગુણોત્સવ2014 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાપરવત ગામ ખાતે રાજ્યના ખાતરી સમિતિના અધ્યક્ષ અને અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રાથમિક શાળાના બાળકોની અભ્યાસ તથા ઈતર જ્ઞાનની ગુણવતા તેમજ શાળા સુવિધા અંગેની ગુણવતા ચકાસણી કરી હતી.

સમગ્ર રાજ્યમાં સરકાર સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુસર તેમજ શાળાની પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને રાખી શરુ કરવામાં આવેલા ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત હાંસોટ તાલુકાના પરવત ગામે પ્રાથમિક શાળા ખાતે રાજ્યના ખાતરી સમિતિના અધ્યક્ષ અને અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમને શાળાના બાળકો સાથે વાતચીત કરી ધોરણ 2 થી 5 અને 6 થી 8 બાળકોનું સ્વ મુલ્યાંકન કર્યું હતું .સાથે સાથે શાળાના શિક્ષકો અને બી.આર.સી.તેમજ સી.આર.સી સભ્યો સાથે ચર્ચા વિમર્શ કરી શાળા સુવિધાની સમીક્ષા કરી લાઈબ્રેરી તેમજ વર્ગખંડનું પણ નિરિક્ષણ કર્યું હતું. બાળકોની ગુણવતા સુધરે તે હેતુસર સરકારના અભિગમ અન્વયે બાળકોને તમામ સુવિધા પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. બી.આર.સી સભ્ય ધર્મેન્દ્રસિંહ મહીડા તેમજ મુખ્ય શિક્ષક તેમજ મહેમાનોની હાજરીમાં કાર્યક્રમ સફળબનાવા જહેમત ઉઠાવી હતી.