• Gujarati News
  • ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધો.11 અને 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા પુર્ણ

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધો.11 અને 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા પુર્ણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં ધો.11 તેમજ 12ના વિજ્ઞાનપ્રવાહના સેમિસ્ટર 1 અને 3ની જીવ વિજ્ઞાન અને ગણિત વિષયની અંતિમ પરિક્ષામાં એક પણ ગેરરિતીના કેસ વિના પુર્ણ થઇ હતી. જેમાં ભરૂચ જિલ્લાના ધોરણ 11 અને 12ના કુલ 3,848 વિદ્યાર્થીઓ પૈકી 13 ગેર હાજર રહેતાં કુલ 3,835 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પુર્ણ થતાં દિવાળીના તહેવારને મનાવવા માટે વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવ્યો હતો.

ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓમાં ધો.11 અને 12ના વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાથીઓ માટે બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષા આજે રવિવારે પુર્ણ થઇ હતી. આજે રવિવારે પરિક્ષાના અંતિમ દિવસે સવારે ધોરણ 12 ના સેમેસ્ટર 3માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ગણિત વિષયની પરીક્ષા આપી હતી. જેમાં 2,292 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નહીં બેસતાં કુલ 2,282 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 11ના 1 સેમિસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાન વિષયની પરિક્ષા આપી હતી. જેમાં 1,556 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતાં કુલ 1,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સમગ્ર પરીક્ષા દરમિયાન એક પણ કોપી કેસ નોંધાયો હતો. પરીક્ષા પુર્ણ થતાં દિવાળીના તહેવારને મનાવવા માટે વિદ્યાર્થીઓએ ઉત્સાહ દાખવ્યો હતો. અને હવે વેકેશનની પણજાહેરાત થઈ જતાં છાત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી

એક પણ કોપી કેસ નહી

છાત્રોદ્વારા ગેરરિતી આચરવામાં આવે તે માટે તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરો અથવા તો ટેબલેટ મુક્યાં હતાં જેના કારણે એક પણ કોપી કેસ નોંધાયો હતો. > રમેશમાછી, જિલ્લાશિક્ષણાધિકારી, ભરૂચ