તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ‌દહેજમાં ~1,000 કરોડના સ્થાપિત પ્લાન્ટથી 500 લોકોને રોજગારી મળશે

‌દહેજમાં ~1,000 કરોડના સ્થાપિત પ્લાન્ટથી 500 લોકોને રોજગારી મળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાપેટ્રોકેમિકલ ઉદ્યોગમાં ગુજરાતનું યોગદાન 62 ટકા છે .જયારે કેમિકલ ઉદ્યોગના ક્ષેત્રમાં ગુજરાત 53 ટકાનું યોગદાન આપી રહયું છે તેમ રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દહેજ ખાતે બીએએસએફ કંપનીના પ્લાન્ટના ઉદ્દઘાટન સમારંભમાં જણાવ્યું હતું.

દહેજ જીઆઇડીસીમાં બીએએસએફ કંપની તરફથી રૂા.1000 કરોડના મૂડીરોકાણ સાથે કેમિકલના ઉત્પાદન માટેનો પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. આજે મંગળવારે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે નવા પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાયું હતું. પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત આજે સમગ્ર દેશમાં મેન્યુફકચરિંગ હબ તરીકે વિકસી રહયું છે. વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓને કારણે દેશ વિદેશના ઉદ્યોગો આજે ગુજરાતમાં રોકાણ કરવા માટે આગળ આવી રહયાં છે.

દહેજના પીસીપીઆઇઆર ઝોનમાં કેમિકલ તથા પેટ્રોકેમિકલના ઉદ્યોગો માટે નવો અવકાશ ઉભો થયો છે. દેશના પેટ્રો કેમિકલના ઉદ્યોગમાં ગુજરાતનું 62 ટકા યોગદાન છે જયારે કેમિકલના ક્ષેત્રમાં 53 ટકા યોગદાન ગુજરાત આપી રહયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અંદાજે રૂા.1000 કરોડ ના ખર્ચથી આકાર પામેલાં બીએએસએફ કંપનીના પ્લાન્ટને કારણે 500થી વધારે પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ નોકરીની તકો ઉભી થશે. દક્ષિણ એશિયામાં એમડીઆઇ સ્પીલટર મૂલ્યમાં ઉમેરો કરતાં ઉદ્યોગો માટે ગુજરાતને કેન્દ્દ સ્થાને રાખવામાં પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. બીએએસએફ કંપની વર્ષ 2020 સુધીમાં રૂા.10 અબજ પાઉન્ડથી વધારેનું રોકાણ એશિયા પેસેફિક ક્ષેત્રમાં કરવાનો લક્ષ્યાંક ધરાવે છે તેમ કંપનીના એકઝીકયુટીવ બોર્ડના સભ્ય માઇકલ હાઇન્ઝે જણાવ્યું હતું.

દહેજની BASF કંપનીના પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું. /રાજેશ પેઇન્ટર