• Gujarati News
  • નેત્રંગના લોક દરબારમા 53 પ્રશ્નોનો નિકાલ

નેત્રંગના લોક દરબારમા 53 પ્રશ્નોનો નિકાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાના આદિજાતી વસતિ ધરાવતા અને નવા રચાયેલા નેત્રંગ તાલુકા મથકે યોજાયેલા લોક સંવાદ સેતુનાં કાર્યક્રમમાં કુલ ૫૩ પ્રશ્નો અરજદારો દ્વાર રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં દરેક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.લોક દરબારના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રભારી મંત્રી પ્રદીપસિહ જાડેજા હતા.આ પ્રસંગે કેન્દ્ર સરકારના આદિજાતી કલ્યાણ રાજ્ય મંત્રી મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહયા હતા.

નેત્રંગ ગ્રામ પંચાયતના સભા ખંડમાં યોજાયેલ લોક દરબારમાં કલેકટર અવંતિકા સિંઘ ,જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મનહર ગોહિલ, સિંચાઇ સમિતિ અધ્યક્ષ પરેશ વસાવા નેત્રંગ મામલતદાર વી. એમ. પટેલ,વાલિયા ટીડીઓ આર.પી.પટેલ,નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ બાલુભાઈ વસાવા તેમજ જિલ્લાના અને તાલુકાના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

નેત્રંગ ખાતે યોજાયેલ લોકસંવાદ સેતુમાં પાણી,રોડ,સિચાઈ,વીજળી,ખેતીવાડી,શિક્ષણ ખાતા,આવાસોનાં,મામલતદાર કચેરીને લગતા, વન વિભાગના, ડ્રીપઈરીગેશનના,ભારતીય દુર સંચાર વાલિયા,ટ્રાફિક સમસ્યા તેમજ નેત્રંગ ચાર રસ્તા પર હાઈ માસ્ટ ટાવર તેમજ સર્કલ વગેરના પ્રશ્નો અરજદારોએ રજુ કર્યા હતા.દરેક પ્રશ્નો હકારાત્મક પ્રદીપસિહની અધ્યક્ષતામાં ઉકેલાયા હતા. કેન્દ્રના રાજ્ય મંત્રી મનસુખ વસાવાએ કાર્યક્રમને અનુરૂપ લોક દરબાર ૧૦૦ % સફળ કાર્યક્રમ છે અને લોકોને સંતોષ થયો છે.આમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે પ્રશ્નો ઉકેલાય છે .પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે માધ્યમ એક દાખલા રૂપ છે.નીતિ વિષયક પ્રશ્નો સરકારમાં જશે.નેત્રંગ તાલુકાની જરૂરિયાતો પૂર્ણ કરી કોઈ પક્ષા પક્ષ કે ભેદભાવ વગર વિકાસ કરવામાં આવશે.

પ્રભારી મંત્રી પ્રદીપસિહ જાડેજાએ ગતિશીલ ગુજરાત અંતર્ગત ગુજરાતનાં પ્રશ્નો ઝડપી હલ થાય તે માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા લોક દરબાર દરેક તાલુકે યોજવાનું નક્કી કરી લોક પ્રશ્નો ઉકેલાય છે.નાના પ્રશ્નો અધિકારીઓ સાથે પ્રશ્ન કરતા સાથે બેસી સ્થાનિક લેવલે હલ કરી રહયા છે.નેત્રંગ તાલુકાના ૫૩ જેટલા પ્રશ્નોની પૂર્તતા કરવામાં આવી છે.સામાન્ય વ્યક્તિને કેન્દ્રમાં રાખી વહીવટી પ્રશ્ન હલ થાય છે.આ હકારાત્મક અભિગમ વલણથી લોકોના ઘણા પ્રશ્નનાં નિરાકરણ આવી ગયા છે.

લોક સંવાદ સેતુનાં કાર્યક્રમમાં કુલ 53 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.