• Gujarati News
  • હાજીઓને ઠગનાર1ના10 દિવસના રિમાન્ડ મંજૂર

હાજીઓને ઠગનાર1ના10 દિવસના રિમાન્ડ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાજંબુસર રોડ પર મુન્શી કોમ્પ્લેક્ષમાં ચાલતી અલમક્કા ટુર એન્ડ ટ્રાવેલ્સની દુકાનના સંચાલકો ઉસ્માનગની ઉમરજી ભટ્ટા તેમજ તેના સાળા ઇનાયતહૂસેન મહંમદ ઉઘરાતદારએ મુસ્લિમ બિરાદરોને હજ તેમજ ઉમરાહ જવા માટે વિઝા આપવાની તેમજ અન્ય સહુલત પુરી પાડવાના નામે તેમની પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરી ઠગાઇ કરી હતી.હતી. તેમની ઠગાઇનો ભોગ બનેલાઓ પૈકી દાઉદ ઇબ્રાહિમ આદિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇનાયતહૂસેન ઉઘરાતદારની ધરપકડ કરી હતી.

ઇનાયતહૂસેનને પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પોલીસના રિમાન્ડ નોટના આધારે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

ભરૂચ