તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અંગારેશ્વર મંદિર મુદ્દે આક્રોશ

અંગારેશ્વર મંદિર મુદ્દે આક્રોશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના અંગારેશ્વર ગામે નર્મદા મૈયાના કિનારે આવેલાં પૌરાણિક અંગારેશ્વર મહાદેવ મંદિર તેમજ આસપાસ આવેલાં પ્રવાસન સ્થળોના વિકાસ કરવાની કામગીરી પર બ્રેક લાગી જતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહયો છે. અંગારેશ્વર ગામે મળેલી ગ્રામસભામાં પ્રવાસન સ્થળોના અટકી ગયેલાં વિકાસ સંદર્ભમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

નર્મદા નદીના કિનારે અનેક પ્રાચીન દેવાલયો અને આશ્રમો આવેલાં છે જેમાં અંગારેશ્વર ગામે આવેલા મંગળનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહાત્મય રહેલું છે. ભોળાનાથ શંભુને સફેદ વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હોય છે પણ મંગળનાથ મહાદેવનું મંદિર એકમાત્ર અેવું મંદિર છે .જયાં શિવજીનો કંકુથી અભિષેક કરી લાલ રંગની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. અહીંના મંદિરમાં શિવજીની સાથે નાગ અને નાગણનું જોડુ પણ બિરાજમાન છે.

અંગારેશ્વરના મંગળનાથ મંદિરના અસ્તિત્વ સામે નદીના પાણીથી થઇ રહેલાં ધોવાણને કારણે ખતરો ઉભો થયો છે.

વર્ષોથી કામગીરી ખોરંભે ચઢી છે

અંગારેશ્વરનોપ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનું નકકી કરાયું હતું અને જે અંતર્ગત મંદિરનું રીનોવેશન, અંગારક ઘાટનું નિર્માણ, બગીચા, રસ્તાઓ સહિતની સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે પણ વારંવાર ટેન્ડરીંગ અને સર્વે સિવાય કોઇ કામગીરી કરવામાં આવતી નથી. કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. > મહેશપરમાર, ડેપ્યુટીસરપંચ, અંગારેશ્વર