તાકીદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેન્કરથી પ્રદૂષિત પાણી ઠાલવવા પર પ્રતિબંધ
ભરૂચજિલ્લાના અંકલેશ્વર,પાનોલી, ઝઘડિયા,ભરૂચ,દહેજ .જી.આઈ.ડી.સી.ની કંપનીમાંથી નીકળતા કેમિકલયુક્ત પાણી ટેન્કર વડે કેટલાક બેજવાબદાર તત્વો દ્વારા જાહેરમાં છોડી પર્યાવરણને નુકસાન સાથે જળ પ્રદૂષણ ફેલાવતા હતા જેને લઇ જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી એ.વી.શાહ દ્વારા જિલ્લા સમાહર્તાને આવા તત્વો સામે પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરતા,જિલ્લા સમાહર્તા ડો.વિનોદ રાવ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144 અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી સમગ્ર જિલ્લામાં પ્રતિબંધ મુકતા પર્યાવરણને નુકસાન પહોચાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જિલ્લામાં કેમિકલ કંપનીના ટેન્કરો દ્વારા કુદરતી પાણીના સ્ત્રોતોમાં પ્રદુષણ ફેલાવતા હોવાનું તેમજ ટેન્કરો, સર્વિસ સ્ટેશનો અને પેટ્રોલ પંપ ના મેળાપીપણાથી ગેર કાયદે કૃત્યો કુદરતી પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવાનું દુષ્કુત્ય થતું હોવાનું ધ્યાને આવતા જિલ્લા સમાહર્તા ડો વિનોદ રાવ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ અન્વયે તારીખ 27મી થી દિન 60 માટે જિલ્લામાં આવેલ કેમિકલ કંપનીઓનાં પ્રદૂષિત પાણીથી જાહેર જનતાની જાહેર આરોગ્યને થતું જોખમ ટાળવા પ્રતિબંધ મુકતો હુકમ કર્યો હતો. જેનો ભંગ કરનારને કલમ 188 મુજબ શિક્ષા કરાશે.
ટેન્કરથી જાહેરમાં છોડાતા પ્રદૂષિત પાણી પર મનાઇ ફરમાવાઇ છે.
3 થી વધુ વાર પકડાશે તો પાસા થઇ શકે
કેટલાકઉદ્યોગકારોપોતાનું નિયત માત્રા કરતા વધારેનું પ્રદૂષિત જળ ટેન્કરથી રાત્રી વેળા જિલ્લાના વિવિધ સ્થળો પર,છોડે છે. જેને લઇ તંત્રએ કડક રુખ અપનાવતા જાહરેનામું પ્રસિદ્ધ કર્યું છે.ે કોઈ એક કંપની ,ટેન્કર ચાલક કે ટ્રાન્સપોટર 3 વાર કે તેથી વધુ વાર પકડાશે તો તેની સામે પાસા પણ થઇ શકે છે.
ફોજદારી ગુનો નોંધાશે
ટેન્કરથીજાહેર સ્થળે પ્રદૂષણ ફેલાવતું હોવાના વિવિધ બનાવોને ધ્યાને રાખી પર્યાવરણને નુકસાન પહોંચતું અટકાવા માટે આવા તત્વો સામે પ્રતિબંધ મુકવા જિલ્લા સમાહર્તાને લેખિત ભલામણ કરતા તેમના દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરા્યું છે. જો કોઈ આવું કૃત્ય કરતા પકડાશે તો તેની સામે સીધો ફોજદારી ગુનો પણ બનશે. >એે.વી. શાહ,પ્રાદેશિકઅધિકારી,જીપીસીબી, અંકલેશ્વર
ભરૂચ જિલ્લા સમાહર્તા ડો.વિનોદ રાવે 1973 કલમ 144 અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું