ભરૂચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરી જાય તેવી શકયતા વચ્ચે બુધવારે જળસ્તરમાં 10 કલાકમાં પાંચ ફૂટનો ઘટાડો થતાં સપાટી 18 ફૂટ જેટલી નીચી પહોંચી હતી.
જો કે સાંજે ભરતીના પાણી ફરીથી આવતાં સપાટીમાં એક ફૂટનો વધારો થયો હતો અને સપાટી 19 ફૂટે પહોંચી હતી.ભરૂચ શહેરમાંથી પુરનું સંકટ ટળી ગયું હતું તેવામાં ઢાઢર નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થતાં આમોદમાં પુરનું સંકટ ઘેરાયું હતું. બુધવારે સાંજે ઢાઢર નદીની સપાટી 98.02 ફૂટ નોંધાઇ હતી જે તેની ભયજનક 101 ફૂટની સપાટીની એકદમ નજીક પહોંચી હતી. સંભવિત પુરને ધ્યાનમાં રાખી આમોદ અને જંબુસર તાલુકાના 12 ગામોને એલર્ટ કરી દેવાયાં હતાં.કેવડીયા કોલોની ખાતે આવેલો નર્મદા ડેમ સોમવારથી ઓવરફલો થઇ રહયો હોવાથી નદીમાં લાખો કયુસેક પાણી ઠલવાઇ રહયું છે. મંગળવારે સાંજે નર્મદા નદી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે 22 ફૂટની વોર્નિંગ લેવલની સપાટીએ પહોંચી તેવું અનુમાન લગાડવામાં આવ્યું હતું મંગળવારે સાંજે ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 23 ફૂટ સુધી પહોંચી જતાં એક તબકકે નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી દે તેવી શકયતાઓ વર્તાઇ રહી હતી.નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદનું જોર નરમ પડતાં બુધવારે સવારે 8 વાગ્યાથી નદીની સપાટીમાં ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. બુધવારે નદીના પાણી વોર્નિંગ લેવલથી પણ ચાર ફૂટ નીચે ઉતરી ગયાં હતાં. બીજી તરફ ઢાઢર નદી બે કાંઠે વહેતી થતાં આમોદ જંબુસર તાલુકામાં પુરનું સંકટ ઘેરાયું હતું. આમોદમા ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે.બુધવારે સાંજે સપાટી 98.02 મીટરે પહોંચી જતાં કાંઠા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા
ઢાઢરનદીની સપાટીમાં વધારો થયો છે. નદીની સપાટી 98.02 ફૂટ સુધી પહોંચી જતાં આમોદ -ે જંબુસરના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરી દેવા્યાં છે. હાલના તબકકે સ્થળાંતરની કોઇ જરૂરીયાત નથી પણ અધિકારીઓને તકેદારીના પુરતાં પગલાં ભરવા સૂચના આપી છે. >ડૉ. વિનોદરાવ, કલેકટર,ભરૂચ
ઢાઢર નદીના અસરગ્રસ્ત ગામો
ઢાઢરનદીનાપાણીથી અસરગ્રસ્ત થતાં ગામોમાં આમોદના પુરસા, કાકરીયા, વાસણા, મંજુલા, કોબલા, જુના વાસણા, જુના વાડીયા અને જુના દાદાપોર તથા જંબુસરના મગણાદ, કુંઢળ, બોજાદરા, મદાફર અને ખાનપુરનો સમાવેશ થવા જાય છે.
ઉપરવાસમાંથી થયેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાંતી નદીમાં પાણી છોડાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટીમાં વધારો થઇ રહ