ન્યૂઝ ઇન બોક્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ
સ્વાગત| ભરૂચનાગોલ્ડન બ્રીજ ખાતે પદયાત્રીઓ આવી પહોંચતાં ફરજ પરના પોલીસકર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
પગપાળા સંઘ
પદયાત્રીઓનું સ્વાગત કરાયું
મુંબઇથીકચ્છઆશાપુરાના મઠ ખાતે જવા માટે કચ્છ ધણિયારી મિત્ર મંડળ પદયાત્રાએ નીકળ્યું હતું. ભરૂચ શહેરના ગોલ્ડન બ્રીજ ખાતે પદયાત્રીઓ આવી પહોંચતાં ફરજ પરના પોલીસકર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. 30 ઓગષ્ટે મુંબઇથી નીકળેલો મંડળનો પગપાળા સંઘ આગામી 27મી સપ્ટેમ્બરે આશાપુરા મઠ ખાતે પહોંચશે.
પાલેજમાં મેડિકલ ચેકઅપ કેમ્પ
ભરૂચતાલુકાનાંકંબોલી ગામે ભરુચ જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા નાયબ પોલીસ વડા કે.પંડ્યા તથા પાલેજ પોલીસ મથકના પીઆઇ કરમુરકરના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન્સ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું બુધવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો.
જીઆરડીનું પડી જતાં મોત
વેજલપુરપોલીસમથકની હદમાં આવેલ મહેલોલ આઉટ પોલીસ મથકની ગેલેરીમાં જીઆરડી જવાન કિરણસિંહ વખતસિંહ રાઠોડ(ઉવ.53) એકાએક પડી ગયા હતા. જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેને પગલે તેમનું મોત નીપજ્યું હતું. હાલ પૂરતું પોલીસ દ્વારા બનાવ નોંધવામાં આવ્યો હતો. તેમજ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રેંકડો ઝાડ સાથે અથડાતાં મોત
દેવગઢબારિયાનાકાપડી વિસ્તારમાં રહેતાં સત્તારભાઇ રાતડિયા રેંકડો પુરપાટ હંકારીને જઇ રહ્યો હતો. ત્યારે પરોઢમાં પુવાળા ગામે સત્તારભાઇએ કોઇ કારણોસર રેંકડા પરનો કાબૂ ગુમાવતાં તે રસ્તા પાસેના એક ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો. જેમાં રેંકડામાં બેઠેલા યાકુબભાઇના માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. જ્યારે એકને ઇજા થઇ હતી.
કર્મચારી સંઘના મંત્રીપદે વરણી
ભરૂચજિલ્લામા. અને ઉ. મા. શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ ચદ્દરવાલાની રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘ મહામંડળના મંત્રી તરીકે બીનહરિફ વરણી કરવામાં આવતાં જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. ઇતિહાસમં પ્રથમવાર ભરૂચના કોઇને મંત્રીનું સ્થાન મળ્યું છે.
નરેશ આહીરનું સ્વાગત
દેશવિદેશમાંપોતાની હાસ્ય કલાથી ખ્યાતિ મેળવનાર અને સાહિત્યકાર નરેશ આહિર દર વર્ષે સાઇકલ પ્રવાસ કરે છે. વર્ષે તેઓ નવસારીના એંધલ ગામેથી માતેલજવા રવાના થયાં હતાં. દરમિયાન તવરા આવતાં તવરાના લોકોએ તેમનું સ્વાગત કર્ય