• Gujarati News
  • દુંદાળાદેવની વિદાયે મેઘરાજાનો જળાભિષેક

દુંદાળાદેવની વિદાયે મેઘરાજાનો જળાભિષેક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લાવાસીઓનું દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ સોમવારે દુંદાળાદેવે વિદાય લીધી હતી. શ્રીજી વિસર્જનમાં મેઘરાજા પણ હાજરી આપવા માટે આવી પહોંચતાં બંને જિલ્લામાં વરસતાં વરસાદમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રવિવારે રાતથી મેઘરાજાની એન્ટ્રીથી ગણેશ મહોત્સવના આયોજકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે સવારે પણ વરસાદ ચાલુ રહેતાં વરસતાં વરસાદમાં દુંદાળાદેવનું વિસર્જન કરાયું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 3 હજાર કરતાં વધારે શ્રીજી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી જિલ્લાવાસીઓનું આતિથ્ય માણીને સોમવારે ગણપતિ દાદાએ વિદાય લીધી હતી. રવિવારે રાતે વાતાવરણમાં પલટો આવ્યાં બાદ અચાનક મેઘરાજાની એન્ટ્રી થતાં ગણેશ આયોજકોમાં દોડધામ મચી ગઇ હતી. સોમવારે સવારે પણ વરસાદ ચાલુ રહેતાં વિસર્જન અંગેની યુવક મંડળોની રણનિતિઓ ખોટી પડી હતી. ગણેશ પ્રતિમાઓને તાડપત્રી ઢાંકેલા વાહનોમાં બેસાડીને સવારી કાઢવામાં આવી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શાહી સવારીઓ દરમિયાન યુવાધને રેઇન ડાન્સની મજા માણી હતી.
ભરૂચમાં ઝાડેશ્વર ખાતે આવેલાં નીલકંઠેશ્વર મહાદેવના ઓવારા ખાતે નવ ફૂટથી ઓછી ઉંચાઇવાળી પ્રતિમાઓનું જયારે ભાડભુત ગામે નવ ફૂટ કરતાં વધારે ઉંચાઇવાળી પ્રતિમાઓનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરાયું હતું. વરસાદી વિધ્ન વચ્ચે પણ સવારથી ભાવિક ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસતાં વરસાદમાં પણ વાતાવરણમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ભકિતસભર માહોલ ખડો થયો હતો. શહેરના પરંપરાગત રૂટ પર શ્રીજીની શાહી સવારીઓએ આર્કષણ જમાવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી વાજતે ગાજતે નીકળેલી શ્રીજીની સવારીઓ નગરચર્યા બાદ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જયાં આવતાં વરસે ફરીથી પધારવાના ઇજન સાથે ભકતોએ દુંદાળાદેવને વિદાય આપી હતી.
અંકલેશ્વર નગરમાં પણ આકાશમાંથી અમી છાંટણા વરસાવી રહેલાં મેઘરાજાની હાજરીમાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. ગણપતિ બાપ્પા મોરીયાના નાદ અને ડીજેના તાલથી અાનંદ ચૌદશનો માહોલ બરાબરનો જામ્યો હતો. નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ બાદ શ્રીજીની પ્રતિમાઓનું ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું. રાજપીપળામાં કરજણ નદીના ઓવરા ખાતે મૂર્તિઓનું વિસર્જન કરીને બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. હાંસોટ, વાલિયા, ઝઘડિયા, ને