• Gujarati News
  • દહેજ પાસે ડિવાઇડર પર બાઇક ચઢતાં ચાલકને ઇજા

દહેજ પાસે ડિવાઇડર પર બાઇક ચઢતાં ચાલકને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજ પાસે ડિવાઇડર પર બાઇક ચઢતાં ચાલકને ઇજા



અમદાવાદનાબાપુનગર વિસ્તારમાં રહેતો જિતેન્દ્ર ભાઇલાલ પટેલ કોઇ કામ અર્થે દહેજ જવાનું હોઇ તેની બાઇક લઇને તે દહેજ જવા માટે નિકળ્યો હતો. દરમિયાન જોલવા અને દહેજ વચ્ચેથી પસાર થતી વેળાં કોઇ કારણસર તેનું સ્ટિયરિંગ ઉપર કાબુ નહીં રહેતાં તેની બાઇક ડિવાઇડર ઉપર ચઢી જતાં જિતેન્દ્ર પટેલ હવામાં ફંગોળાઇ જઇ જમીન ઉપર પટકાયો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. રાહદારીઓ તેમજ અન્ય વાહન ચાલકો સ્થળ ઉપર એકત્ર થઇ જતાં લોકટોળું ભેગું થઇ ગયું હતું. બનાવ સંદર્ભે એકત્ર થયેલાં લોકોએ 108ને જાણ કરતાં 108ની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી તેને ભરૂચની સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.