• Gujarati News
  • ડો. હેડગેવારની જન્મજયંતિ ઉજવાઇ

ડો. હેડગેવારની જન્મજયંતિ ઉજવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં મોઢેશ્વરી હોલ ખાતે ડો. હેડગેવારની 125મી જન્મ જયંતી નિમિત્તે ડો. હેડગેવાર જન્મ શતાબ્દિ સેવા સમિતિ દ્વારા રક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું છે.

જેનું ઉદઘાટન ભરૂચના જિલ્લા સમાહર્તા ડો. વિક્રાંત પાંડેના હસ્તે કરવામાં આવશે. રવિવારે સવારે 9 કલાકથી બપોરના 1 કલાક સુધી ચાલનારા રક્તદાન શીબીરમાં ડો. હેડગેવાર જન્મ શતાબ્દિ સેવા સમિતિના આગેવાનો તેમજ યુવાઓ દ્વારા રક્તદાન કરવામાં આવશે.