• Gujarati News
  • નેત્રંગના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી ભુજ મોકલાયો

નેત્રંગના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી ભુજ મોકલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગધામલા કંપનીમાં રહેતો કુખ્યાત બુટલેગર સતીષ ચતુર વસાવાને તારીખ 13/07/2014 ના રોજ તેના ઘરમાથી વિદેશી દારૂ વિસ્કી અને બીયર મળી કુલ બોટલ 294 મળી આવતા જેની કિમત ~18,300નો ગેરકાયદેસર રીતે વેચતો પકડાય ગયો હતો.નેત્રંગ પો.સ્ટે.ગુ.ર.નં 175/2014 પ્રોહી એક્ટ કલમ 66(1).બી.65. એ.ઇ.116(ખ) મુજબ ગુન્હો નોંધાયો હતો.

બીજો તારીખ 06/10/2014ના રોજ કમ્બોડિયાથી ચાસવડ રોડ પરથી સ્કોરપિયો ઝડપી પાડી બીયર અને વિસ્કીની બોટલ 468 મળી ~25,200નો દારૂ અને સ્કોર્પીયો ~2,50,000ની મળી કુલ ~2,75,200ના મુદ્દામાલ સાથે બે બુટલેગરમાં એક સતીષ વસાવાનું નામ નેત્રંગ પો.સ્ટે.ગુ.ર.નં.237/2014 પ્રોહિબિશન ગુન્હો નોંધાયો હતો.

ત્યારબાદ ત્રીજો કેલ્વીકુવા ગામની સીમમાં નેત્રંગ પો.સ્ટે.ગુ.ર.નં.288/2014 13/12/2014 ના રોજ રેડ પાડતા બીયર,વિસ્કી દારૂની બોટલ કુલ 1296 મળી આવી હતી જેની કિંમત ~2,74,400 ગણી હતી.સદર રેડ દરમ્યાન ટાટા વેન્ચર ~1,50,000,મારુતિવાન ~80,000 અને ટાટા સુમો ~1,00,000 કુલ મળી મુદ્દામાલ સાથે ~4,54,800નો ગેરકાયદેસર વગર પરમીટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.સદર ગુન્હાઓમાં સતીષ ચતુર વસાવાને અટક કરવા જતાં 13/07/2014 ના રોજ સજ્જન પોલીસ કોન્સ્ટેબલની સાથે ઝપાઝપી કરી પોલીસ કામગીરીમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરતાં વધુ એક ગુન્હો નોંધાયો હતો.

તમામ ગુન્હાઓને લઈ નેત્રંગ ધામલા કંપનીનો બુટલેગર સતીષ ચતુર વસાવાને ભરુચ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી અને પોલીસ અધિક્ષકની સૂચનાથી તેની ગતરોજ પાસા હેઠળ અટક કરી કચ્છ-ભુજ ખાતે ધકેલી દેવાયો હતો.

નેત્રંગ