• Gujarati News
  • સભ્યોના વિરોધના પગલે જન્મ મરણના દાખલાની ફીમાં વધારાનો નિર્ણય મુલત્વી

સભ્યોના વિરોધના પગલે જન્મ મરણના દાખલાની ફીમાં વધારાનો નિર્ણય મુલત્વી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચપાલિકા સત્તાધીશોએ જન્મ મરણના દાખલાની ફીમાં 400 ટકાનો વધારો કરવાનો નિર્ણય મોકુફ રાખતાં હવે અરજદારોને હવે હાલની ફી રૂા.5ના દરથી જન્મ મરણ અંગેનું પ્રમાણપત્ર મળી રહેશે.પાલિકા કચેરીમાંથી દૈનિક 200થી વધુ દાખલાનું વિતરણ કરાય છે.

નગરપાલિકા કચેરીમાંથી રૂા. 5ના દરથી જન્મમરણના દાખલાનું વિતરણ કરવામાં આવે છે. જન્મ મરણના દાખલાને લેમીનેશનવાળા બનાવી તેની ફી રૂા.5થી વધારીને રૂા.20 કરવાની દિશામાં સત્તાધીશોએ વિચારણા હાથ ધરી હતી. સોમવારે પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.પરંતુ મહત્તમ સભ્યો ફી વધારાની વિરુદ્ધમાં હોવાથી જન્મ મરણના દાખલાની ફીમાં વધારો કરવાનું મુલત્વી રાખવામાં આવ્યું હતું.

કારોબારી સમિતિના નિર્ણયથી હવેથી અરજદારોને રૂા.5ના દરથી જન્મ મરણના દાખલાઓ મળી રહેશે.

ખાડા ખોદયા પછી માટીકામ ફરજિયાત કરો

ભરૂચશહેરનાવિવિધ વિસ્તારોમાં હાલ પાણીની નવી લાઇન તથા ભુર્ગભ ગટર યોજનાના પાઇપો નાંખવાની કામગીરી ચાલી રહી છે. લાઇનો નંખાયા બાદ માટીકામ વ્યવસ્થિત કરાતું નહિ હોવાથી શહેરમાં ઠેર ઠેર ભુવા પડી જાય તેવી સંભાવના હોવાની રજૂઆત સભ્યોએ કરી હતી. જેના પગલે લાઇનો નંખાયા બાદ માટી પુરાણ કરી તેના પર પાણી છાંટી રોલર ફેરવી સરખું કરવા માટે કોન્ટ્રાકટરને સુચના આપવાનું નક્કીકરાયું છે.

અગાઉનીફી યથાવત રાખવામાં આવી છે

^અરજદારોનેજન્મ મરણના દાખલા લેમિનેશનવાળા મળી રહે તે માટે ફીમાં વધારો કરવાનું નકકી કરાયું હતું પરંતુ ફીમાં કોઇ પણ જાતનો વધારો કરાયો નથી. કારોબારીમાં શહેરના વિકાસ અંગે તંદુરસ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી છે. >આર.વી. પટેલ,અધ્યક્ષ,કારોબારી સમિતિ, ભરૂચ