તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગુડસ ટ્રેનનું વેગન ખડી પડતાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડસ ટ્રેનનું વેગન ખડી પડતાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચરેલવેયાર્ડ નજીકથી પસાર થઇ રહેલી ગુડસ ટ્રેનનું એક વેગન પાટા પરથી ઉતરી જતાં ડાઉન લાઇન પરનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો.

મુંબઇ તરફથી આવતી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતાં મોડી પડતાં હજારોમુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખડી પડેલાં વેગનને હટાવી ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવાની કવાયત તંત્રએ આદરી છે.ભરૂચ રેલવે ગોદીમાં કપચી ખાલી કરીને યાર્ડમાં પરત જઇ રહેલી ગુડસ ટ્રેનના એક વેગનના ચાર પૈંડા પાટા પરથી ઉતરી ગયા હતાં. સોમવારે સાંજે 5 વાગ્યાના અરસામાં ગુડસ ટ્રેન કપચી ખાલી કરીને પરત યાર્ડમાં જઇ રહી હતી ત્યારે ઘટના બની હતી. ગુડસ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડતાં મુંબઇ તરફથી આવતી ટ્રેનોને અટકાવી દેવાની રેલવેતંત્રને ફરજ પડી હતી. ગુડસ ટ્રેનના વેગનના ચાર પૈંડા પાટા ઉપરથી ઉતરી ગયાં હતાં. બનાવની જાણ થતાં રેલવેની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ખડી પડેલાં વેગન તથા ગુડસ ટ્રેનને હટાવી ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસો આદર્યાં છે.

રેલવેયાર્ડમાં બનેલી ઘટનાને પગલે મુંબઇ તરફથી આવતી પશ્ચિમ એકસપ્રેસ, ગરીબ રથ એકસપ્રેસ, મેમુ, કર્ણાવતી એકસપ્રેસ તથા સુર્યનગરી એકસપ્રેસ સહિતની ટ્રેનો 20 મિનિટથી 1 કલાક સુધી મોડી પડી છે. ડાઉન લાઇનનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતાં વડોદરા, અમદાવાદ અને દીલ્હી તરફ મુસાફરી કરતાં હજારો મુસાફરો તથા નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. રેલેવેની ટીમોએ પાટા ઉપરથી ખડી પડેલાં ગુડસ ટ્રેનના વેગનને હટાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ગુડસ ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો