• Gujarati News
  • ઉનાળામાં કેમિકલ સળગી ઉઠવાનો ભય

ઉનાળામાં કેમિકલ સળગી ઉઠવાનો ભય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમીનોપારો દિવસે વધી રહ્યો છે.ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક વસાહતોની કંપનીઓમાં રહેલા રસાયણિક દ્રવ્યોમાં ગરમીને કારણે આગ લાગવાની શક્યતાઓ વધી જતી હોવાથી ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

જિલ્લામાં આવેલી અંકલેશ્વર, પાનોલી, ઝગડિયા દહેજ સહીતની વિવિધ ઔદ્યોગિક વસાહતો રંગ, રસાયણ તથા પેટ્રોકેમિકલનું ઉત્પાદન કરતા અનેક એકમો કાર્યરત છે.ગરમીનો પારો દિન પ્રતિદિન ઉચે ચઢી રહ્યો છે.એકમોમાં સંગ્રહ કરાયેલા કેમિકલ્સમાં આગ લાગવાની શક્યતા પણ વધી જાય છે. ગરમીમાં અતિ જ્વલનશીલ કેમિકલ્સનું તાપમાન જાળવી રાખવા માટે ઉદ્યોગકારો દ્વારા કુલીંગ ડોમ તેમજ અન્ય વાતાનુંકુલીંત મશીનોનો ઉપયોગ કરતા થયા છે.પરંતુ તેમ છતાં ખતરો સત્તત મંડરાતો રહે છે. અંકલેશ્વર,પાનોલીની ખાસ ફાર્મા, ઇન્ટરમીડીયેટ, એગ્રોકેમિકલ બનાવતી ફેક્ટરીઓ આવેલી છે.ઔદ્યોગિક એકમોમાં સંગ્રહ કરવામાં આવેલા કેમિકલ્સમાં આગ લાગવાના બનાવો ભૂતકાળમાં નોધાઇ ચુક્યા છે .આ ઘટનાઓને ધ્યાને રાખી અંકલેશ્વર ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઉનાળામાં ગરમીના કારણે કેવા પ્રકારના કેમિકલ્સ માટે કેટલું તાપમાન જાળવવું તેની જાણકારી આપી હતી. પ્રયાસોથી આગ લાગવાના બનાવોમાં નોધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો પણ ડીપીએમસીએ કર્યો છે.

અંકલેશ્વર

કેમિકલમાં આગ ત્યારે કાબુ મેળવા માટે શું કરવું

કેમિકલ્સના ફ્લેશ પોઈન્ટ મેન્ટેનઇન કરવા જરૂરી

પ્રતિમાસ તાપમાનમાં 1 િડગ્રીનો નોંધાતો વધારો

^સામાન્યરીતે કેમિકલ્સના તાપમાન અલગ અલગ હોય છે. ઉનાળામાં ગરમીના કારણે જે તે કેમિકલના તાપમાનનો પારો વધી જાય અને આગ પકડે પકડે છે. પ્રતિવર્ષ ગરમીનો પારો 1 ડીગ્રી વધી રહ્યો છે.રાસાયણિક પદાર્થ સાચવવા માટે વિશેષ ડોમ, એસી શેડ તેમજ જે તે કેમિકલને અનુરૂપ વાતવરણ ઉભું કરી આવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે. > પંકજભરવાડા, પ્રમુખસલાહકાર, પી.આઈ.એ.

ઉનાળામાં વિશેષ ધ્યાન રાખવું જોઈએ

^ઉનાળામાંઉદ્યોગોમાં આગ લાગવાના બનાવો પહેલા વધારો જોવા મળતા હતા. હવે ક્રમશ: ઘટી રહ્યા છે. હજી દિશામાં વધુ પગલા ભરવા જરૂરી છે. જો તાપમાનમાં વધારો થાય તો કોઈ પણ આગજનક વસ્તુ તેના સંપર્કમાં આવે તો જલદી સળગી ઉઠે છે. તેના માટે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જેથી આવા બનાવોમાં ઘટાડો કરી શકાય તેમ છે. > મનોજકોટરીયા, મેનેજર,ડીપીએમસી

અંકલેશ્વર, પાનોલીના ઉદ્યોગો દ્વારા વિશેષ પગલા લેવાતા આગ લાગવાના બનાવોમાં ઘટાડો

ભીતિ |કાળઝાળ ગરમીમાં અતિ જવલનશીલ કેમિકલ સાચવવાની ઉદ્યોગકારોને સતત સતાવતી ચિંતા