• Gujarati News
  • લેપટોપ પર બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું

લેપટોપ પર બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાખાપટ્ટનમમાંફરજ બજાવતાં શખ્સની ભરૂચ ખાતે રહેતી પુત્રીના ફેસબુક એકાઉન્ટ પર તેના પિતાના અન્ય મહિલા સાથેના ફોટા અપલોડ કરવાના મામલે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં તેના પિતાના સહકર્મીએ ફેસબુકનું બોગસ એકાઉન્ટ બનાવી તેના સહકર્મીને બદનામ કરવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવતાં પોલીસે તેને મુંબઇથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મુળ બિહારના અને કેટલાંક વર્ષોથી ભરૂચના નંદેલાવ રોડ પર સ્થાયી થયેલાં કે. પી. સીંગ પાણીપતમાં એક કંપનીમાં નોકરી કરતાં હતાં. જ્યાં તેઓ એક વિધવા મહિલાના મકાનમાં તેના સહકર્મી કુંન્દન સીંગ સાથે ભાડેથી રહેતાં હતાં. દરમિયાન કે. પી. સીંગની બદલી વિશાખાપટ્ટનમની લીલી મેરી ટાઇમમાં થતાં તેઓ ત્યાંથી વિશાખાપટ્ટનમ ગયાં હતાં. ટ્રાવેલિંગના ખર્ચ પેટે તેમની કે. પી. સીંગ તેમજ કુન્દન સીંગ વચ્ચે રૂા.90 ,000નો નાણાંકિય વ્યવહાર થયો હતો. જે પૈકી તેમણે રૂા.50,000 ચુકવ્યાં હતાં.રૂા.40,000 બાકી રહેતાં કે. પી. સીંગે પોતાનું લેપટોપ કુન્દનને આપ્યું હતું. કુન્દનને લેપટોપમાં કે. પી. સીંગ તેમજ તેની વિધવા મકાન માલિક સાથેના કેટલાંક ફોટા મળી આવતાં કુન્દને તેને બદનામ કરવા પુજા કોર નામનું ફેસબુકનું બોગસ એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં તેણે કે. પી. સીંગની પુત્રી સાથફેસબુક મૈત્રી કરી હતી. જે બાદ કુન્દને તેના પિતા તેમજ તેમની મકાન માલિકીનના ફોટા તેમજ ચોક્કસ વિડીઓ અપલોડ કર્યાં હતાં.

ભરૂચ પોલીસે સોશિયલ મીડીયામાં મિત્રને બદનામ કરવાનો પ્રયાસ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. / તસવીરરાજેશ પેઇન્ટર

ભરૂચ

સહકર્મીના અન્ય મહિલા સાથેના ફોટા સોશિયલ મિડિયા પર મુકનાર ઝડપાયો