• Gujarati News
  • યુવતીની ઓળખ માટે પોલીસની કવાયત

યુવતીની ઓળખ માટે પોલીસની કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર ખાતે આવેલાં ગાયત્રી મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં સી ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી તેની ઓળખ અને તેના પરિવારજનોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝાડેશ્વર ગામમાં નર્મદા નદી કિનારે આવેલાં ગાયત્રી મંદિર પાસે નદીના પટ પાસે આજે શનિવારે સવારના સમયે એક મૃતદેહ પડ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં આસપાસના લોકોએ સ્થળ પર ધસી આવતાં ટોળું જામ્યું હતું. બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવ્યાં હતાં. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે મૃતદેહ 25 વર્ષની યુવતીનો હોવાનું માલુમ પડ્યું હતું.

બનાવને પગલે પોલીસે સફેદ કલરની ટીશર્ટ અને લાલ કલરનું સલવાર જેવો પહેરવેશ પહેરેલી યુવતીનું અકસ્માતે ડુબી જવાને કારણે મોત નીપજ્યું હતું હોવાનો ગુનો નોંધ્યો હતો. નર્મદા નદીમાં મૃતદેહ હોવાને કારણે કાચબા તેમજ અન્ય જળચર પ્રાણીઓ દ્વારા તેના ચહેરાનો ભાગ ખવાઇ જતાં તેનો ચહેરો તેમજ શરીર વિકૃત થઇ ગયું હતું. યુવતીનો મૃતદેહ ત્રણેક દિવસથી પાણીમાં હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું હતું. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત યુવતી પાસેથી પ્રાથમિક તબક્કે તેની ઓળખ થાય તેવી કોઇ વસ્તુ મળી હતી. જેને પગલે પગલે તેની ઓળખ તેમજ તેના પરિવારજનોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચ

ઝાડેશ્વરમાં નર્મદા નદી કિનારે યુવતીનો વિકૃત મૃતદેહ મળ્યો