• Gujarati News
  • ખેડૂતને ન્યાય મળે તે માટે આરડીસીને પગલાં ભરવા રજૂઆત

ખેડૂતને ન્યાય મળે તે માટે આરડીસીને પગલાં ભરવા રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચકલેક્ટર કચેરી સામે પોતાના ખેતરમાંથી ગેરકાયદે રીતે પસાર કરવામાં આવેલી એસ્સાર કંપનીની હાઇ ટેન્શન લાઇનના વિરોધમાં અનશન પર ઉતરેલાં ખેડૂતની રજૂઆતોને ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવાની હૈયાધારણા સાથે ભરૂચ યૂથ કોંગ્રેસના આગેવાનોએ તેમની મુલાકાત લીધી હતી. ખેડૂતને ન્યાય મળે તે માટે આરડીસીને ખાસ રજૂઆત કરવામાં આવી હતી.

અંક્લેશ્વરના માંડવા બુઝર્ગ ગામે ખેતર ધરાવતાં અને અંક્લેશ્વરની રામવાટીકા સોસાયટી ખાતે રહેતાં પ્રકાશ મોદીના ખેતરમાંથી વર્ષ 2013માં એસ્સાર કંપની દ્વારા ગેરકાયદે રીતે હાઇટેન્શન લાઇન પસાર કરાતાં તેની સામે લડત ઉપાડી હતી. બે વર્ષથી તેઓ સરકારી બાબુઓના એક ટેબલથી બીજા ટેબલની ખો સહન કરવા સાથે એસ્સાર કંપનીમાં પણ ધક્કા ખાઇને થાકી ગયાં હતાં. તેમની ફરિયાદ અને રજૂઆત કંપનીઓના ખોળામાં બેસી ગયેલાં અધિકારીઓના કાને નહીં પડતી હોવાને કારણે આખરે કંટાળીને તેઓ જિલ્લા સમાહર્તાની કચેરી ખાતે છેલ્લા 7 દિવસથી અનશન ઉપવાસ પર ઉતર્યાં હતાં. સાત દિવસથી પોતાના હક્ક માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલાં પ્રકાશ મોદીની તબીયત કથળી રહી હોવા છતાં જિલ્લા વહિવટી તંત્રનું પેટનું પાણી હાલતું હોવાની રાવ સાથે શનિવારે યૂથ કોંગ્રેસના સમશાદ અલી સૈયદ, રાકેશ પરમાર સહિતના આગેવાનોએ તેમની મુલાકાત લીધી હતી.

ભરૂચ

ન્યાય મળે તે માટે અમે સાથે છીએ

^પોતાનાહક્ક માટે 7 દિવસથી અનશન પર હોવા છતાં વહિવટી તંત્ર દ્વારા તેમને યોગ્ય પ્રત્યુત્તર મળી રહ્યો નથી. તેમને ન્યાય મળે તે માટે અમે તેમની સાથે છીએ. તેમની રજૂઆતોને અમે પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અહેમદભાઇ પટેલ સુધી પહોંચાડીશું. >શમસાદ અલીસૈયદ, પ્રમુખ,યૂથ કોંગ્રેસ, ભરૂચ

આમરણાંત ઉપવાસ પરનાં ખેડૂતની મુલાકાતે યુવક કોંગ્રેસના આગેવાનો

કલેકટર કચેરી સામે અનશન પર બેઠેલાં ખેડૂતની યૂથ કોંગ્રેસના હોદ્દેદારોએ મુલાકાત લીધી . / તસવીરરાજેશ પેઇન્ટર