તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શાહપુરાના યુવાન પર હુમલો

શાહપુરાના યુવાન પર હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકાના શાહપુરા ગામે નવરાત્રીમાં થયેલી બોલાચાલીની રીસ રાખી પાંચ શખ્સોએ શાહપુરા ગામના યુવાન સાથે ભરથાણા ગામના પાટિયા પાસે ઝઘડો કરી તેની છાતીમાં ચપ્પુથી ત્રણ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છુટ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસ મથકે પાંચેય હૂમલાખોરો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકાનાં શાહપુરા ગામે રહેતાં ધર્મેન્દ્ર ડાહ્યા પટેલ અને મુળ નાંદ ગામના વતની અને હાલમાં ભરૂચના ઝાડેશ્વર ગામમાં સાંઇવાડી સોસાયટીમાં રહેતાં પ્રણવસિંહ બળવંતસિંહ રાજ સાથે વચ્ચે નવરાત્રીમાં 3જી ઓક્ટોબરે ગરબા ગાવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને પગલે તેમની વચ્ચે વયમનસ્ય ઉભું થયું હતું. દરમિયાન ગઇકાલે ઝાડેશ્વર ખાતે પ્રણવસિંહના ઘરે બન્ને પક્ષના આગેવાનો સમાધાન માટે એકત્ર થયાં હતાં. જોકે તેમની વચ્ચે સમાધાન થયું હતું. જેની રીસ રાખી રાત્રીના સમયે પ્રણવસિંહ તેના સાગરિતો અલ્પેશ સુરેશ પટેલ, પીન્ટુ, મહેશ તેમજ કમલેશ સ્ટુડિયોવાલા સાથે ભરથાણા ગામના પાટિયા પાસે ધર્મેન્દ્રના ભાઇ કાર્તિકને વાતચીત કરવા બોલાવ્યો હતો. જ્યાં તેમની વચ્ચે વાતચીત વેળાં મામલો બિચકતાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેની રીસ રાખી ઉશ્કેરાયેલાં પ્રણવસિંહે આવેશમાં આવી જઇ તેની પાસેના ચપ્પા વડે કાર્તિકના છાતીમાં ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી દેતાં તે ગંભીર રીતે ઘવાઇને જમીન ઉપર ઢળી પડ્યો હતો. હૂમલાખોરોએ તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં બાદ અન્ય રાહદારીઓએ તેને લાહીમાં લથપથ જોઇને તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.