• Gujarati News
  • ભરૂચ અને નર્મદામાં ગરમીનો પુન: પ્રકોપ

ભરૂચ અને નર્મદામાં ગરમીનો પુન: પ્રકોપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ- નર્મદા જિલ્લામાં વાતાવરણમાં આવેલાં બદલાવને કારણે બે દિવસ સુધી ઠંડીનો અહેસાસ થયા બાદ હાલમાં કાળઝાળ ગરમીએ પુન: પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. મંગળવારે 34 ડીગ્રી જેટલું તાપમાન રહેવાને કારણે શહેરીજનો પરેસેવે રેબઝેબ થયાં હતાં. ઉત્તર દિશામાંથી આવતાં બર્ફિલા પવનો નહીં ફુંકાવાને કારણે ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે.

ભરૂચ નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં કેટલાંય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે અનેક વિસ્તારોમાં અમીછાંટણા થયાં હતાં. અચાનક વરસાદી માહોલ સર્જાતાં અને આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતાં સુરજદાદા વાદળોમાં ઢંકાઇ ગયાં હતાં. જેને કારણે ગરમીનું પ્રમાણ ઘટવા સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બે દિવસ સુધી સવારે વાતાવરણ ઠંડુગાર થઇ જતા લોકોને ગોદડામાં ભરાઇ જવાની ફરજ પડી રહી હતી. જોકે બે દિવસ સુધી વાતાવરણમાં ઠંડક મહેસુસ થયાં બાદ હવે ગરમીએ પુન: સામ્રાજ્ય જમાવ્યું છે. આકાશમાંથી સુરજદાદા અગન ગોળા વરસાવતાં ઉનાળા જેવી ગરમી લોકો અનુભવી રહ્યાં છે.

ઉત્તરીય પવનો ફૂંકાય તો ઠંડી પડે

ભરૂચશહેર જિલ્લામાં હાલમાં પશ્ચિમના પવનો ફુંકાઇ રહ્યાં હતાં. ઉત્તરમાં હિમવર્ષા થવા સાથે ઉત્તરના બર્ફિલા પવનો ફુંકાય તો શિયાળાનો અહેસાસ જોવા મળશે. હાલમાં ઉત્તરિય પવનો ફુંકાવાના કોઇ અણસાર નહીં દેખાતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ રહેશે. > મુકેશપટેલ, સહમદદનીશવૈજ્ઞાનિક, કૃષિ કેન્દ્ર,મકતમપુર

{ બે દિવસ સુધી ઠંડીની થોડી ધણી અસર વર્તાઈ હતી