• Gujarati News
  • અંકલે.ના માર્ગ માટે ~ 1100 લાખ મંજૂર

અંકલે.ના માર્ગ માટે ~ 1100 લાખ મંજૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાનાં વિકાસનાં કામો હંમેશા તત્પર રહેતાં આપણા વિસ્તારના ધારાસભ્યની રજૂઆતનાં પગલે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં મહત્વના ગણાતા ગામોને જોડતાં રસ્તાના કામોને નીતિનભાઈ પટેલ, મંત્રી માર્ગ અને મકાન દ્વારા મંજુરી મળેલ છે. અંકલેશ્વર તાલુકાના મહત્વના ગામોને જોડતાં સરફુદ્દીન એપ્રોચ રોડ માટે રૂપિયા 139.50 લાખ, મોતવાણ પાનોલી રોડ સેકશન મોતવાણ પાનોલી રોડ માટે રૂપિયા 444 લાખ, સંજાલી એપ્રોચ રોડ માટે રૂપિયા 50 લાખ, સરથાણ એપ્રોચ રોજ માટે રૂપિયા 92 લાખ, નવા ધંતુરીયા માટીયેડ કોયલી રોડ માટે રૂપિયા 157 લાખ તેમજ કોસમડી એપ્રોચ રોડ માટે રૂપિયા 180 લાખ મંજુર થયેલ છે. આમ હંમેશા સ્થાનિક વિકાસનાં કામોને અગ્રતા આફતાં આપણા વિસ્તારનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ ટી પટેલની રજૂઆતનાં પગલે ટૂંક સમયમાં કુલ રૂપિયા 1062.50 લાખના કામો મંજુર થયેલ છે.