તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આલુંજમાંથી 16 ગૌવંશ બિનવારસી મળી આવ્યા

આલુંજમાંથી 16 ગૌવંશ બિનવારસી મળી આવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકા પોલીસ દ્વારા ઈદ પર્વને અનુલક્ષી ખરોડ ગામે ભૂતકાળમાં બનેલી ઘટનાને ધ્યાને રાખી આગોતરા પગલાના ભાગરૂપે ગત રોજ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યુ હતું.જેમાં ગામની સીમમાંથી ગાય,વાછરડા મળી કુલ 22 જેટલા ગૌવંશ મુક્ત કરી તેને પોલીસ જાપ્તામાં ભરૂચ પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા. દરમિયાનમાં બીજા દિવસે આલુંજ ગામની સીમમાંથી 16 જેટલા ગૌવંશને મુક્ત કરાવી ભરૂચ પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.એસ.એસ.પવાર દ્વારા ભૂતકાળમાં ખરોડ ગામે ગૌવંશની હત્યાના બનેલા બનાવોને ધ્યાને રાખી ઈદ પર્વને અનુલક્ષી પી.એસ.આઈ ડી.જે.પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ફૂટ પેટ્રોલિંગ કમ કોમ્બિંગ હાથ ધર્યું હતું.જેમાં ખરોડ ગામેથી 22 ગૌવંશને બીન વારસી હાલતમાં મળી આવ્યા હતા. જેને ભરૂચ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. સતત બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ રાખી આલુંજ ગામ નજીક બાવળની ઝાડીમાં છુટા છવાયા બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા.6 બળદ, 6 ગાય, 2 વાછરડા અને 2 વાછરડી મળીને 16 ગૌવંશને બિનવારસી જપ્ત કર્યા હતા.

પશુઓના માલિક મળ્યા

બીજા દિવસે પણ ફૂટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ આલુંજ ગામ તરફ રાખવામાં આવ્યું હતું .જેમાં 16 ગૌવંશના કોઈ માલિક ના મળી આવતા રૂા.98,000ની કીમતના પશુધનને સી.આર.પી.સી 102 મુજબ જપ્ત કરી ભરૂચ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. >એસ.એસ.પવાર, પી.આઈ. અંકલેશ્વર તાલુકા પોલીસ