• Gujarati News
  • ઉછીના નાણાં માટે યુવાન પર હુમલો કર્યો

ઉછીના નાણાં માટે યુવાન પર હુમલો કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં સામલોદ ગામે રહેતાં ઠાકોર રામસંગ વસાવા પાસે તુલસી ડાહ્યાં સોલંકીએ ગઇ કાલે સાંજના સમયે આવી રૂપિયા 200ની માંગણી કરી હતી. તેમની વચ્ચે થોડી ચર્ચા થયાં બાદ તુલસીએ તેનો મોબાઇલ આપી તેના બદલામાં રૂા. 200ની માંગણી કરી રૂપિયા પરત કર્યા બાદ મોબાઇલ પરત લઇ જવાનું જણાવ્યું હતું. જેને પગલે ઠાકોર વસાવાએ આખરે તેનો મોબાઇલ લઇને તેને રૂા. 200 ઉછીના આપ્યાં હતાં. દરમિયાન આજે સવારના સમયે તુલસી સોલંકી ઠાકોરના ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે ઠાકોર પાસે તેનો મોબાઇલ પરત માંગતાં ઠાકોરે ઉછીના લીધેલાં નાણાં પરત કરી મોબાઇલ લઇ જવા જણાવતાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મામલો બિચકતાં ઉશ્કેરાયેલાં તુલસીએ આવેશમાં આવી જઇ ઠાકોરને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.