• Gujarati News
  • ભરૂચના પ્રાંત અધિકારીએ ખેડૂતના પ્રશ્નો અંગે વિગતો મંગાવી

ભરૂચના પ્રાંત અધિકારીએ ખેડૂતના પ્રશ્નો અંગે વિગતો મંગાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનામાંડવા બુર્ઝગ ગામે ખેતરમાંથી એસ્સાર કંપનીએ ગેરકાયદે રીતે હાઇટેન્શન લાઇન નાંખી હોવા બાબતે કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ ઉપર ઉતરેલા ખેડૂતના પ્રશ્ન અંગે ભરૂચના પ્રાંત અધિકારીએ વિગતો મંગાવી છે.

અંકલેશ્વરની રામવાટીકા સોસાયટીમાં રહેતાં પ્રકાશ મોદી માંડવા બુઝર્ગ ગામની સીમમાં ખેતર ધરાવે છે. વર્ષ 2013માં એસ્સાર કંપની દ્વારા તેમના ખેતરમાંથી હાઇ ટેન્શનની લાઇન નાંખવામાં આવી હતી. હાઇ ટેન્શનની લાઇનથી ખેતરના 60,000 ચો.મી.માં 5,000થી વધુ કેળ તથા અન્ય વૃક્ષોને પણ નુકસાન થયુ છે.

એસ્સાર કંપની દ્વારા થયેલાં નુકશાનીનું વળતર મેળવવા માટે તેમણે રવિવારથી કલેકટર કચેરી સામે આમરણ ઉપવાસ શરૂ કર્યા છે.

વર્ષ 2013થી સરકારી કચેરીઓ તથા એસ્સાર કંપનીના ધકકા ખાઇને કંટાળેલાં પ્રકાશભાઇ મોદીએ ખોટો રીપોર્ટ કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેમજ એસ્સાર કંપની તરફથી વળતરની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે. ભરૂચ કલેકટર ડૉ. વિક્રાંત પાંડેઅે ખેડૂતના પ્રશ્નો સંદર્ભમાં પ્રાંત અધિકારીને તપાસ કરવા સુચના આપી છે. કલેકટરની સુચના બાદ ભરૂચના પ્રાંત અધિકારીએ ખેડૂતના પ્રશ્ન અંગે વિગતો મંગાવી છે.

નુકસાની વળતરની માગ સાથે ઉપવાસ પર ઉતરેલા અંકલેશ્વરના ખેડૂતની માગણીઓ પ્રત્યે તંત્ર દ્વારા સકારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતાંખેડૂતને પણ પ્રશ્ન ઉકેલાવાની આશા સેવાઇ રહી છે.



ભાસ્કર ઇમ્પેક્ટ

ભરૂચ

પ્રશ્નના નિરાકરણ માટે કાર્યવાહી ચાલુ છે

^અંકલેશ્વરનાખેડૂતના પડતર પ્રશ્નો અંગે વિગતો મંગાવવામાં આવી છે. એસ્સાર કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. વહીવટીતંત્રની મધ્યસ્થીથી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. >એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારી, ભરૂચ

એસ્સાર કંપનીથી થયેલાં નુકશાનના વિરોધમાં અંકલેશ્વરના ખેડૂતે ભરૂચ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

એસ્સાર કંપનીની હાઇ ટેન્શન લાઇનથી થયેલાં નુકશાનીનું વળતર મેળવવા ખેડૂત દ્વારા અનશન શરૂ કરાયા