• Gujarati News
  • 18 ગામ માટે ~10 કરોડની પાણી યોજના

18 ગામ માટે ~10 કરોડની પાણી યોજના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરતાલુકાના પૂર્વ વિસ્તારમાં આવતા 18 જેટલા ગામોમાં પીવાના ભૂગર્ભના પ્રદૂષિત ક્ષારયુક્ત પાણીના બદલે ઉકાઈ નહેરમાંથી પાણી મેળવી ફિલ્ટર કરી પાઈપ લાઈન મારફતે ગામો પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજનાનું અંકલેશ્વર ગડખોલ ગામ ખાતે જી.એન.એફ.સી.ના સહયોગથી હાલ પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. સ્થાનિક ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતા અંદાજિત ~10 કરોડના ખર્ચે સમગ્ર યોજના અમલમાં મુકવામાં આવી છે .

અંકલેશ્વર અને ઝઘડિયા ઔદ્યોગિક વસાહતને અડીને આવેલા અંકલેશ્વરના પૂર્વ વિસ્તારમાં ભૂગર્ભ જળ પર નિર્ભર 18 ગામોને પ્રદૂષિત અને ક્ષારયુક્ત પાણી હાલ મળે છે. પીવાનું શુદ્ધ અને સરફેસ પાણી મળી રહે તે હેતુસર રાજ્ય સરકારમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા રજૂઆત કરી નવા સીમાંકન પ્રમાણે ભરૂચ મત વિસ્તારના 17 અને અંકલેશ્વરનું એક ગામ મળી કુલ 18 ગામો માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા હાલ ગડખોલ-દઢાલ જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી છે. અંદાજિત ~1045.26 લાખના ખર્ચે બનનાર યોજનાનું કામ હાલ 70 ટકા પૂર્ણ થયું છે.આગામી 2015ના જુન માસ બાદ તમામ ગામોને પાણી પાઈપ લાઈન મારફતે પુરતા ફોર્સમાં મળી રહેશે.હાલ યોજના અંતર્ગત તમામ ગામમાં પાણીની ટાંકી બનાવામાં આવી રહી છે.આ યોજનાના મૂળ સ્થળેથી પાઈપ લાઈન નાખવાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.

GANFCના સહકારથી યોજના અમલી બની

18ગામને પીવાનું પાણી પ્રદુષિત અને ક્ષારયુક્ત મળતું હતું . તેમને સરફેસ લેવલે પીવાનું શુદ્ધ પાણી ફિલ્ટરયુક્ત મળે તે દિશામાં યોજના બનાવી સરકારમાં રજૂઆત કરી હતી. જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપના યોજનાના ચેરમેન અને જી.એન.એફ.સી. ના એમ. ડી. ડો.રાજીવ ગુપ્તાના સહકારથી યોજના અમલમાં મુકાઇ છે. >દુષ્યંત પટેલ,ધારાસભ્ય,ભરૂચ

પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂરજોશમાં કામ ચાલી રહી છે./તસવીર હર્ષદમિસ્ત્રી

શું છે ગડખોલ-દઢાલ જૂથ પાણી પુરવઠા

>યોજનાનીઅંદાજિત રકમ ~997.10 લાખ નેટ ~1045.26 લાખ ગ્રોસ

>લાભાર્થીગામ : 18

>લાભાર્થીગામની વસતી 2011 મુજબ 89,281 હાલ 1 લાખ કરતા વધુ

યોજનાનાવિવિધ ઘટકો

>ઉકાઈનહેર (જી.એન.એફ.સી.તળાવ ) આધારિત

>ફિલ્ટરપ્લાન્ટ 17.એમ. એલ.ડી

>ભૂગર્ભટાંકીઓ દરેકગામમાં એક મળી ગામની ક્ષમતા પ્રમાણે 20 અને પંપઘર

>ઓવરહેડ ટાંકી બે,5 લાખ લીટર 20 મીટર ગડખોલ ગામ ખાતે અને 2.5 લાખ લીટરની 25 મીટર ઉચી