• Gujarati News
  • ઝઘડિયાના પોલીસ સ્ટેશનના લોકઅપમાં CCTV મુકાયા

ઝઘડિયાના પોલીસ સ્ટેશનના લોકઅપમાં CCTV મુકાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાતાલુકાના ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા પોલીસ મથકની કસ્ટડીઓને સી.સી. ટીવી કેમેરાથી સજજ કરવામાં આવી છે. તમામ પોલીસ મથકોની કસ્ટડીઓમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. જેના પગલે કસ્ટડીમાં રખાયેલા આરોપીઓ પર ચાંપતી નજર રાખવામાં સરળતા રહેશે. આરોપીઓ દ્વારા કસ્ટડીમાં આપઘાત તથા અંદરો અંદર મારામારી કરવાની ઘટનાઓમાં કેમેરા મદદરૂ૫ નિવડશે.

ઝઘડિયા તાલુકાના પોલીસ મથકોમાં સી.સી. ટી.વી. કેમેરા લગાડવાથી ૨૪ કલાક કસ્ટડીના આરોપી પર નજર રાખી શકાશે. કેમેરા દ્વારા જિલ્લા પોલીસ તંત્ર પણ તમામ પોલીસ મથકોની કસ્ટડીઓ પર આરોપીઓની હીલચાલ પર નજર રાખશે.

બાબતે ઝઘડિયા પોલિસ મથકના ઇનચાર્જ પી.આઇ. જે.એ. રાઠવાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપીન આહિરે કરેલા હુકમને પગલે કસ્ટડીમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. કેમેરા અત્યંત આધુનિક છે અને ૨૪ કલાક ૩૦ દિવસ તેનું સતત રેર્કોડીંગ થતું રહેશે.