• Gujarati News
  • કમ્બોડિયામાં કન્યા પૂજા કાર્યક્રમ

કમ્બોડિયામાં કન્યા પૂજા કાર્યક્રમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વચ્છતા જાગૃતિ અભિયાન

ભરૂચમાં શસ્ત્ર પુજા

મનુબરમાં યુવાન પર હુમલો

નેત્રંગમાં સ્વચ્છતા અભિયાન

સર્પે દંશ દેતાં યુવાન ગંભીર

રીક્ષા પલટી જતાં ત્રણને ઇજા

કાર્યક્રમ| કેન્દ્રસરકારના ભારત સ્વચ્છ અભિયાન અંર્તગતનેત્રંગમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. / અતુલપટેલ

અભિયાનની માહિતી

ભરૂચ શહેરમાંઆવેલી એમિટી સ્કૂલમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 600થી વધુ વિદ્યાર્થીઓએ 100 ટીમ બનાવી શાળાના ઓરડા તેમજ શાળા સંકુલમાં સફાઇ કરી હતી. ઉપરાંત તમામ સ્વચ્છતા જાગૃતી અંગે શપથ લીધા હતાં.

ભરૂચના નિલકંઠમહાદેવ મંદીર ખાતે સુર્યવંશી ગંગાજળીયા ગોહિલ ટ્રસ્ટ દ્વારા શનિવારે દશેરા ઉત્સવ નિમિત્તે શસ્ત્ર શાસ્ત્ર પુજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી વિધિવત્ રીતે પુજાઅર્ચના કરી શસ્ત્રો અને શાસ્ત્રનું પુજન કર્યું હતું.

ભરૂચ તાલુકામાંઆવેલાં મનુબર ગામે રહેતો મગન રામસંગ વસાવા ગામની સીમમાં ગયો હતો. તે વેળાં બે સીમરખાઓએ તેની સાથે ઝઘડો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નેત્રંગ ગ્રા.પં. દ્વારા આઈ.એફ.એસ અધિકારીની હાજરીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. લોકોએ પોતાનાથી શરૂઆત કરી આખું ગામ-તાલુકાને સ્વચ્છ બનાવાની પ્રતિજ્ઞા લીધી હતી. આઇએફએસ વાદીએ લોકોને કાર્યક્રમને વધુ સચોટ બનાવવા હરીફાઈ યોજી તાલુકા સ્વચ્છતા સમિતિ દ્વારા તેનું મૂલ્યાંકન કરાય અને પ્રોત્સાહક ઈનામોની પ્રથા યોજવા અનુરોધ કર્યો હતો.

ભરૂચ તાલુકામાંઆવેલાં પારખેત ગામે રહેતો રોહિત મહેશ પટેલ રાત્રીના 8 કલાકના અરસામાં તેનાત ઘરે બેઠો હતો. તે વેળાં એક સર્પે તેનાત પગડાં દંશ દેતાં તેની હાલત લથડી હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંક્લેશ્વર શહેરનારામકુંડ પાસે હનુમાન ફળિયામાં રહેતાં ખાલીક પેરૂ શેખ, વિનય સંજય ઠાકોર તેમજ ભાવેશ સંજય ઠાકોર રીક્ષામાં સ્ટેશન તરફ જઇ રહ્યાં હતાં. તે વેળાં ચૌટા નાકા પાસે એક મોટર સાઇકલ ચાલકે તેમની રીક્ષાને ટક્કર