ભરૂચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં સવારથી સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાગરા તાલુકામાં 42 મિ.મી. નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વાલિયા તાલુકામાં 16 મિ.મી.નોંધાયો હતો. જ્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં સૌથી વધુ 94 મીમી અને સૌથી ઓછો દેડિયાપાડામાં 30મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના ભાવિક ભક્તો પણ શ્રીજીની ઝાંખી જોવા માટે રેઇન કોટ પહેરીને અને છત્રી લઇને શહેરના મુખ્ય માર્ગો પર એકત્ર થયાં હતાં.ભરૂચ શહેર જિલ્લામાં તેમજ નર્મદા જિલ્લામાં આજે સોમવારે મળસ્કેથી મેઘ મહેર ચાલુ થઇ ગઇ હતી. બે દિવસથી ઉઘાડ બાદ આજે શ્રીજી વિદાય ટાણે મેઘરાજાની એન્ટ્રીથી ગણેશભક્તોના ઉત્સાહમાં અનેરો વધારો થયો હોવાનું જણાયું હતું. વરસાદમાં ભિંજાતાં ડીજેના તાલે ભાવિક ભક્તોએ ભારે ધામધુમથી શ્રીજીને વિદાય આપી હતી.
ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વરસાદે રાહત આપતાં ગણેશ વિસર્જનમાં વરસાદનું વિધ્ન નહીં નડે તેવા અણસાર જણાયાં હતાં. જોકે આજે સોમવારે સવારથી મેઘરાજાએ મળસ્કેથી સમગ્ર જિલ્લામાં પોતાની ધમાકેદાર એન્ટ્રી કરતાં એક સમયે શ્રીજીના વિસર્જન માટે ચિંતા સર્જાઇ હતી. જોકે વરસાદ વચ્ચે પણ ગણેશ મંડળોએ ધામધુમથી અને ડીજેના તાલે વિસર્જન યાત્રા કાઢી હતી. વરસાદને કારણે અનેરા ઉત્સાહ સાથે ડીજેના તાલે યુવાધને નાચગાન સાથે શ્રીજીને વિદાય આપી હતી.
ભરૂચમાં રીમઝીમ વરસાદ
નેત્રંગ તાલુકામાંસવારના 6 થી 8 કલાક સુધીમાં 4 મિ.મી. 8થી 10 કલાકમાં 5 મિ.મી. જ્યારે 10થી 12 કલાક અને બપોરે 12થી 2 કલાક સુધીમાં 2-2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જોકે બપોરના 2 કલાકથી 4 કલાક સુધીના અરસામાં મેઘાએ એન્ટ્રી કરી 25 મિ.મી. ખાબક્યો હતો.
નેત્રંગમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ
ભરૂચમાં મોડી રાતથી એકધારો એકધારા વરસાદથી માર્ગો ભીંજાઈ ગયા હતાં.
ભરૂચ-નર્મદા જિલ્લાનો વરસાદ(મિ.મી.માં)
{ તાલુકો વરસાદ
{ આમોદ25
{અંક્લેશ્વર27
{ભરૂચ34
{હાંસોટ18
{જંબુસર36
{નેત્રંગ38
{વાગરા42
{તાલુકો વરસાદ
{ વાલિયા16
{ઝઘડિયા34
{નાંદોદ51
{ગરૂડેશ્વર94
{તિલકવાડા85
{સાગબારા35
{દેડિયાપાડા30
ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાગરા માં 42અને નર્મદા જિલ્લામાં ગરૂડેશ્વર તાલુકામાં 94 મિ.મી. વરસાદ
ભરૂચ-નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ