વિરાસત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચની ઓળખ સોનાનો પથ્થર વિસરાયો
ભરૂચશહેર તેની સોનાની ત્રણ અૈતિહાસિક ધરોહરો સોનેરી મહેલ, સોનાનો પુલ તેમજ સોનાના પથ્થર માટે જાણીતું છે. ભરૂચ શહેરના જુના બજાર વિસ્તારમાં આવેલી હવેલીની દિવાલને નુકસાન થતું અટકાવવા માટે મુકાયેલો એક સામાન્ય પથ્થર આજે સોનાના પથ્થર તરીકે જાણીતો છે. હવેલીના માલિક અને પાલિકા વચ્ચે પથ્થર હટાવવા માટેની તકરારમાં તેમણે સોનાના પથ્થર જેટલો ખર્ચ કરી નાખતાં એક સામાન્ય પથ્થર સોનાનો પથ્થર તરીકે ભરૂચની ઐતિહાસિક ધરોહર બની ગયો છે. જોકે હાલમાં તેની પુરતી માવજતના અભાવે પથ્થર હાલમાં જાણે ગુમનામી દટાયો હોય તેમ લાગી રહ્યું છે.
દેખાવમાં અતિ સામાન્ય, ના કોઇ શિલ્પીની કળાનો કસબ કે આકાર છતાં આજે તે પથ્થર સોનાના પથ્થર તરીકે પ્રખ્યાત બન્યો છે. ભરૂચના પ્રતિષ્ઠીત વ્યક્તિ હરિપ્રસાદ દેસાઇની હવેલી જુના ભરૂચમાં જુના બજારના મુખ્ય રસ્તા પર આવેલી હતી.
સાંકળી ગલીઓને કારણે વાહનો તેમજ ઘોડાગાડીઓની અવર જવરથી તેમની હવેલીની દિવાલને વાહનો અથડાવાને કારણે નુકસાન થવાનો ભય સતત રહેતો હોવાને કારણે તેમણે કોઇ આડસ મુકવાનો વિચાર કર્યો હતો. આખરે તેમણે પોતાની સમસ્યાના હલરૂપે એક પથ્થરને દિવાલના ખુણે મુકાવી દીધો હતો. જોકે થોડા દિવસોમાં હવેલીની દિવાલ પાસે મુકવામાં આવેલો પથ્થર ટ્રાફિકને અડચણરૂપ હોવાની રાવ સાથે પાલિકાએ હરિપ્રસાદ દેસાઇને તે પથ્થર ત્યાંથી હટાવી લેવા માટે નોટીસ ફટકારી હતી.
દિવાલની સુરક્ષા માટે મુકેલો પથ્થર ટ્રાફિકને અડચણરૂપ હોવાનું જણાવી પાલિકાએ નોટીસ ફટકારવાથી બન્ને વચ્ચે અહમનો જંગ ખેલાયો હતો. દેસાઇજીએ પણ કોઇપણ સંજોગોમાં પથ્થરને ત્યાંથી નહીં હટાવવાનો મક્કમ નિર્ધાર કરી લેતાં મામલો ન્યાયાલયમાં પહોંચ્યો હતો. નીચલી અદાલતથી સર્વોચ્ચ અદાલત સુધી કેસ ચાલ્યો હતો. જેમાં કેસનો ચુકાદો દેસાઇજીની તરફેણમાં આવ્યો હતો.
એક સામાન્ય પથ્થરને હટાવવા માટે પાલિકા અને પથ્થર ત્યાં રહેશેની જીદ સાથે દેસાઇજીએ વર્ષો સુધી કેસ ચલાવી લાખો રૂપિયાનું પાણી કર્યુ હતું. બન્ને પક્ષોએ કોર્ટ કચેરીમાં જેટલો ખર્ચ કર્યો હતો તેટલાં ખર્ચમાં હવેલી પાસે સોનાનો પથ્થર મુકી શકાયો હોત જેને કારણે એક સામાન્ય પથ્થરનું નામ સોનાનો પથ્થર અપાયું છે.
ભરૂચની ઐતિહાસિકધરોહર પૈકીના સોનાના પથ્થર અંગે સ્થાનિક લોકો સિવાય કોઇને જાણ નહીં હોવાને કારણે હાલમાં તે ગુમનામ થઇ ગયો હોય તેમ લાગે છે. જોકે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવા