• Gujarati News
  • ગરુડેશ્વરમાં 36 ઘરમાંથી ~5 લાખની વીજ ચોરી ઝડપાઇ

ગરુડેશ્વરમાં 36 ઘરમાંથી ~5 લાખની વીજ ચોરી ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાત વીજ કંપનીની સુરતની વિજિલન્સ ટીમ સહિત વલસાડ, ભરૂચ ટીમ અને રાજપીપળા, કેવડિયાની વીજ કંપનીની ટીમોને સાથે રાખી ગરુડેશ્વર તાલુકાના 20 ગામના 617 જેટલા ઘરોમાં વીજ ચેકિંગ કરવામાં ‌આવ્યું હતુ. જેમાં 36 જેટલા ઘરોમાંથી રૂા.5.35 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. વીજ કંપનીના મોટા પ્રમાણમાં વીજ ચેકિંગથી ગ્રામ્ય વિસ્તારના વીજચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સુરત સ્થિત વિજિલન્સ ટીમને વીજ ચોરીની ફરિયાદો મળી હતી. જેના પગલે ઝોનની ટીમ સાથે સુરત, વલસાડ, ભરૂચ ટીમ અને રાજપીપળા, કેવડિયાની વીજ કંપનીની100થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમોએ આજે બુધવારના રોજ વહેલી સવારે કંપનીના સિકયુરિટી અધિકારીઓ અન પોલીસના કાફલા સાથે વીજ ટીમો એક સાથે ગરુડેશ્વર તાલુકા કેવડિયા ગામે આશરે 100 વધુ કર્મચારીઓની ટીમો ભેગી થઇ હતી. જયાંથી ગરુડેશ્વર તાલુકાના ભુમલીયા,ગડકોઈ,વાડી, જેતપુર, કરેલી, હરીપુરા, વાઘરાલી,પંચલા, લીમખેતર, આંબા, ગાડી, જંતર, નાઘતપોર, વાલોડ, ઝેર, ડુંરચા,બોરઉતાર, ગુનેથા જેવા વિવિધ 20 ગામોમાં વીજ ચેકિંગની કામગીરી હાથ દરવામાં આવી હતી. વીજ કંપનીના 10ના કાફલા દ્વાર સમગ્ર દિવસ દરમિયાન લગભગ 617 જેટલા ઘરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જેમાં 36 જેટલા ઘરોમાંથી મીટર સાથે ચેડાં કરી સીધું કનેક્સન કરી વીજ ચોરી કરવામાં આવી હોવાનું બહોર આવ્યું હતુ..જેમને અલગ અલગ દંડ ફટકાર્યો હતો. જેમાં કુલ મળીને રૂા. 5.35 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. જેથી ગ્રામ્ય વિસ્તારોનો વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

રાજપીપળા